બનાસકાંઠાના પાલનપુરમાં ખાતરના સ્ટોકના ચેંકિંગમાં વિસંગતતા જણાતા ફરિયાદી પાસે લાંચની માંગણી કરનારી પાલનપુર નાયબ નિયામક ખેતી (વિસ્તરણ) કચેરીની મહિલા ખેતીવાડી અધિકારી, અન્ય એક ખેતીવાડી અધિકારી સહિત ૩ જણાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ અટક કરી હતી.
આ કેસની વિગત મુજબ આ બનાવના ફરિયાદીની દુકાનમાં ખાતરના સ્ટોકનું ચેકીંગ કરતા તેમાં વિસંગતતા જણાઈ હતી. જેને પગલે અધિકારીઓએ ફરિયાદીનું પી.ઓ.એસ મશીન તથા સ્ટોક રજીસ્ટર કાયદેસરની કાર્યવાહી કર્યા વિના કબજે કર્યું હતું. જે પરત કરવા બાબતે ફરિયાદી ખેતીવાડી અધિકારી ચંદ્રીકાબેન ડી.થુંબડીયા અને ખેતીવાડી અધિકારી રાકેશભાઈ આર.મકવાણએ રૂ.૨૦,૦૦૦ ની લાંચ માંગી હતી.
જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ કૃષિ સેવા કેન્દ્ર, ઈકબાલગઢ, બનાસકાંટા ખાતે જાળ બિછાવી હતી. જેમાં બન્ને અધિકારીઓ વતી આરોપી પ્રજાજન હિતેન્દ્રકુમાર એમ.ગામીએ ૨૦,૦૦૦ની લાંચ લેતા તેને ઝડપી લેવાયો હતો. બાદમાં બન્ને અધિકારીઓની પણ અટક કરવામાં આવી હતી.ૃ