પાલનપુરમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે જ્વેલર્સે રૂ.૨૨.૪૭ લાખની ઠગાઈ આચરી

પાલનપુર, પાલનપુરમાં આવેલ ગુરૂનાનક ચોકમાં હરીઓમ માર્કેટમાં મહેન્દ્રકુમાર પ્રવીણભાઈની કુા.નામની આંગડીયા પેઢીમાં બે વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા બળવંતસિંહ ચમનજી રાજપૂત આંગડિયા પેઢીમાં આવતા સોના ચાંદીના પાર્સલો જે તે સ્થળે ડિલિવરી કરવાનું કામ કરતા હોઈ અને પાર્સલનો વિમો હોય છે.પાર્સલ ઉપર લખેલ કિંમત ચુકવવાની જવાબદારી આંગડીયા પેઢીની હોય છે.

છેલ્લા બે વર્ષથી પાલનપુરમાં ઢાળવાસ વિસ્તારમાં આવેલ યમુના જ્વેલર્સ નામની દુકાન ચલાવતા હેમંતભાઈ જગદીશભાઈ સોનીને ત્યાં તા.૨૪ જાન્યુઆરીએ તેમનું પાર્સલ આવેલ તેના નાણાં રૂા.૩,૦૭,૨૨૦ તથા ૩૧ જાન્યુઆરીએ ૩,૪૩,૯૯૦ રૂા.નુ પાર્સલ આવેલ આમ તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં રૂા.૨૨,૪૭,૬૭૦ના પાર્સલ આવેલા અને તેના નાણાં બાકી રાખેલ અને વિશ્ર્વાસ કેળવીને પોતાની જવાબદારી પર બળવંતસિંહ રાજપૂતે પાર્સલ આપેલ હતા. બાદમાં ફોન કરી ફરાર થતા છેતરાયાનો અહેસાસ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.