પાલનપુર કુષ્કલ પાટીયા પાસે બે યુવકો પર હુમલો કરીને લૂંટી લેવામાં આવ્યા

પાલનપુર ડીસા હાઇવે પર હત્યા કરી લૂંટ કરવામાં આવી હતી. કુષ્કલ પાટીયા પાસે બે યુવકો પર હુમલો કરીને તેમને લૂંટી લેવામાં આવ્યા હતા. ગુજરાતમાં આ પ્રકારે લૂંટના બ્હાને હત્યાના બનાવ ઓછા બને છે, પરંતુ પાલનપુર-ડીસા હાઈવે પર આ રીતે હત્યા કરીને લૂંટી લેવાતા ચકચાર મચી ગઈ છે. ગતિશીલ ગુજરાતમાં આજે પણ ઘણા વિસ્તારો એવા છે જ્યાં રાત્રે એકલા જવું જોખમી છે. કહેવામાં આવે તો કહી શકાય કે આ યુવાને ફક્ત બે હજાર રૂપિયા માટે જીવ ગુમાવ્યો. લૂંટારુુઓને પણ તેની પાસેથી કંઇ ખાસ મળ્યું નથી. રાજ્યના આદિવાસી વિસ્તારોમાંથી પસાર થતાં રસ્તા આજે પણ રાતના સમયે અત્યંત જોખમી બની જાય છે.

પાલનપુર-ડીસા હાઇવે પરથી યુપીના બે યુવાનો રોડ પરથી પસાર થતા હતા. તે સમયે અજાણ્યા શખ્સોએ દોડી આવીને હુમલો કર્યો હતો. હુમલો કરી બે હજાર રોકડ અને મોબાઇલ લૂંટી ગયા હતા. રવિવાર નાં મોડી રાત્રે ઉતર પ્રદેશ નાં બે યુવકો રસ્તે થી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન અજાણ્યા શખ્સ એ હુમલો કર્યો. બંને યુવાનો પર ડીવાઇડર અને લોખંડના પાટા વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં એક યુવાનનું મોત થયું હતું અને બીજો યુવાન ગંભીર રીતે ઇજા પામ્યો છે. ડીવાઇડરનો લોખંડનો પાટો માથામાં મારી એક યુવક ની હત્યા કરવામાં આવી હતી. તેની સાથે રહેલા યુવક ને પણ માર મારી ૨ હજાર રોકડા અને મોબાઈલ લઇ અજાણ્યો શખ્શ ફરાર થઈ ગયો. સમગ્ર મામલે ગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.