પાલનપુર-અંબાજી હાઈવે પર ૨ બાઈક સામસામે અથડાતા બેના મોત

ગુજરાતમાં અકસ્માતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અકસ્માતના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત સર્જાતા બે યુવકોના મૃત્યુ નિપજ્યાં છે. હાલ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠાના પાલનપુર-અંબાજી હાઈવે પર ધનિયાણા ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બે યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. સમગ્ર બનાવની જાણ પોલીસ કરાતા પોલીસની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવી હતી. 

જે બાદ પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.