પાલનપુર-અમદાવાદ હાઇવે પર ટ્રીપલ અકસ્માત, ગાડીમાં સવાર ૩ લોકોના મોત

પાલનપુર-અમદાવાદ હાઈવે પર ફરી એક વખત ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર ૩ લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

નેશનલ હાઈવે આખો દિવસ મોટા હેવી વાહનોથી ધમધમતો હોય છે. આ અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ અકસ્માતની જાણ ઈમરજન્સી ૧૦૮ ને કરતા ઈમરજન્સી ૧૦૮ ઘટનાં સ્થળે પહોંચી ૩ ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિમ જામ થતા પોલીસ દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે મોકલ્યા હતા. તેમજ તાત્કાલીક ધોરણે ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી હાથ ધરી હતી.