પલકના નસીબ ખુલ્યા: ભાઈજાન બાદ સંજુ બાબા સાથે સ્ક્રિન શેર કરશે


મુંબઇ,
ટીવી એક્ટ્રેસ શ્ર્વેતા તિવારીની દીકરી પલક તિવારી હાલ અપકમિંગ ફિલ્મ ’ક્સિી કા ભાઈ ક્સિી કી જાન’ માટે ચર્ચામાં છે. સલમાન ખાન સાથેની આ બિગ બજેટ ફિલ્મ ઉપરાંત પલક પાસે ’રોઝી: ધ સેફરન ચેપ્ટર’ પણ છે. પલકની બંને ફિલ્મ હાલ પ્રોડક્શનના સ્ટેજમાં છે ત્યારે તેને ત્રીજી ફિલ્મ પણ ઓફર થઈ છે. પોતાની કરિયરની ત્રીજી ફિલ્મમાં પલક તિવારી સંજય દત્ત સાથે સ્ક્રિન શેર કરશે.

મોટા બેનર અને સ્ટાર્સની ફિલ્મ મેળવવામાં એક્ટર્સે લાંબી સ્ટ્રગલ કરવી પડે છે, પણ પલકને બોલિવૂડમાં ડેબ્યુ કરતાની સાથે જ આકર્ષક ઓફર્સ મળી રહી છે. બોલિવૂડમાં નીપોટિઝમનો વિવાદ ખૂબ ચગેલો છે. પલકની માતા શ્ર્વેતા તિવારી ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ છે, પરંતુ બોલિવૂડમાં તેના પગ જામેલા નથી. જો કે પલક તિવારી માતા કરતાં એક પગલું આગળ રહી છે.

સલમાન ખાન સાથેની ફિલ્મ ક્સિી કા ભાઈ ક્સિી કી જાનના કારણે પલક હાલ ચર્ચામાં છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે, આ તેની બીજી ફિલ્મ છે. પલકે ’રોઝી: ધ સેફરન ચેપ્ટર’થી બોલિવૂડમાં ડેબ્યુ કરેલું છે. હવે તેને સંજય દત્ત સાથેની ફિલ્મ ’વજન ટ્રી’ ઓફર થઈ છે. કરિયરની ત્રીજી ફિલ્મમાં પલકની સાથે સની સિંહ અને મૌની રોય પણ છે. પલકે ફિલ્મ સાથે સંકળાયેલો એક વીડિયો શેર કરીને આ અંગેની જાણકારી આપી હતી. જેમાં ફિલ્મના કેટલાક સીન્સ જોવા મળે છે અને છેલ્લા સીનમાં સંજય દત્તનો ખતરનાક લૂક નજરે પડે છે. સલમાન સાથેની ફિલ્મ ક્સિી કા ભાઈ ક્સિી કી જાન ૨૦૨૩માં ઈદ પર રિલીઝ થવાની છે.