પક્ષ વિરોધી પ્રવૃત્તિ મામલે સાંસદ કુંડારિયા અને મુંજપરાને ઠપકો

અમદાવાદ,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પક્ષીવિરોધી પ્રવૃત્તિ કરનાર લોકો સામે ભારતીય જનતા પાર્ટી દ્રારા આકરામાં આકરા પગલાં લેવાયા છે.ત્યારે રાયના છ સાંસદોને દિલ્હી બોલાવીને કડક શબ્દોમાં શિસ્તમાં રહેવા જણાવાયું છે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ મંત્રી અમિત શાહ, સખત શબ્દોમાં આ છ એ છ સાંસદોને વારાફરતી વારા બોલાવીને આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે અને આગામી દિવસોમાં કેન્દ્રીય વિસ્તરણમાં ગુજરાતમાંથી બે થી ત્રણ મંત્રીઓને પડતા મૂકવામાં આવે અને નવા ચહેરાઓને સ્થાન આપવાની ચર્ચા એ જોર પકડું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૬ બેઠકનું જવલતં વિજય મેળવ્યા બાદ કેટલીક બેઠકો પર ઉમેદવારોને હરાવવા માટે સીધી કે આડક્તરી રીતે મદદ કરવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જેમાં ૬૦૦ થી વધુ ફરિયાદો સામે શિસ્ત સમિતિએ પગલાં લેવાની તૈયારીઓ શ કરી છે. પરંતુ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ પહોંચેલી સાંસદોની ફરિયાદને લઈને છ જેટલા સાંસદોને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. રાષ્ટર્રીય નેતૃત્વ આ અંગે રિપોર્ટ તૈયાર કરીને બધી બાબતો ધ્યાન પર મૂકવામાં આવી હતી.

શિયાળુ સત્ર દરમિયાન પાટીલે આ મુદ્દે રાષ્ટર્રીય નેતાઓને જણાવી દીધું હતું કે આ તમામ નેતાઓ સામે સખત હિદાયત જરી છે.જેને ધ્યાનમાં રાખીને ગત ચોથી ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ્થાને બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર ના અને કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા પૂર્વ મંત્રી મોહન કુંડારીયા મધ્ય ગુજરાતના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પંચમહાલના રતનસિંહ રાઠોડ અને ઉત્તર ગુજરાતના રાયસભાના રમીલાબેન બારા અને પાટણના ભરતસિંહ ડાભીને વ્યક્તિગત રીતે બોલાવીને ઠપકો આપવામાં આવ્યો હતો આ તમામ સાંસદો સામે જુદી જુદી બેઠકો પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાની ફરિયાદો મળી છે.જેમાં સુરેન્દ્રનગર ની વઢવાણ, વાંકાનેર, મોરબી ,માતરની મહેમદાબાદ તેમજ લુણાવાડા ની મોરવાહ ખેડબ્રહ્માની ખેરાલુની બેઠકમાં આવી પ્રવૃત્તિ થયાનું ધ્યાન પર આવ્યું છે.

આ તમામ લોકોને અલગ અલગ રીતે બોલાવીને ઠપકો આપવામાં આવ્યો હતો. આગામી મંત્રીમંડળના વિસ્તરણ વખતે મંત્રીઓને પડતા મૂકશે તે વાત નક્કી થઈ ચૂકી છે. જેમાં આવી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ને પહેલા હકાલ પટ્ટી કરવામાં આવશે આગામી લોક્સભાની ચૂંટણી માટે થઈને ભારતીય જનતા પાર્ટી દ્રારા ૪૦૦ પ્લસ બેઠકના લક્ષ્યાંક સાથે મેદાનમાં આવવા માંગે છે જેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

Don`t copy text!