પાકના નુકસાન અંગે પંચમહાલ જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો

સમગ્ર રાજ્યની સાથે પંચમહાલ જીલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે ખેતીના પાકમાં થયેલ નુકસાન બાબતે જીલ્લા કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જીલ્લાના તમામ તાલુકાઓમાં સર્વેની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

વરસાદને પગલે પંચમહાલ જીલ્લામાં મુખ્યત્વે મકાઈ, સોયાબીન, કપાસ અને શાકભાજીના વાવેતર પર અસર થઈ હતી. જીલ્લામાં ચાલુ ચોમાસું સીઝન દરમિયાન કુલ 1.64 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાં નુકસાન બાબતે ગ્રામ સેવક દ્વારા સર્વેની કામગીરીનો પ્રારંભ કરાયો છે.