પાકિસ્તાની મીડિયાની પણ હવે પીએમ શહબાજને સલાહ હવે સમય આવી ગયો છે ભારતથી પાકિસ્તાન સંબંધ સુધારી લે,આમાં જ ભલાઇ છે.

  • ભારતીય ઉપ ઉચ્ચાયુકત સુરેશકુમારે સુચન આપ્યું હતું કે ભારત અને પાકિસ્તાનને દાયકા જુના વિવાદને હવે ખતમ કરવો જોઇએ.

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને રક્ષામંત્રી ખ્વાજા આસિફને ભારતે શંધાઇ સહયોગ સંગઠન (એસીઓ) સંમેલનમાં આમંત્રિત કર્યા છે.ભારત તરફથી આપવામાં આવેલ આ આમંત્રણને લઇ પાકિસ્તાનમાં ચર્ચાઓનું બજાર ગરમ છે અને લોકો તેને પાકિસ્તાન પ્રત્યે ભારતની નરમીની શરૂઆતના રૂપમાં જોવામાં આવી રહી છે. જો કે મેજબાન ભારત પાકિસ્તાનના વિદેશ અને રક્ષા મંત્રીને એસસીઓ સંમેલનમાં નિમંત્રિત કરી માત્ર ઔપચારિકતા અને બહુપક્ષીય પ્રતિબધતા પ્રદર્શિત કરી રહ્યું છે પરંતુ પાકિસ્તાની મીડિયાએ શહબાજ શરીફ સરકારને સલાહ આપી છે કે હવે સમય આવી ગયો છે ભારતથી સંબંધ સુધારી લો આમાં જ ભલાઇ છે.

પાકિસ્તાની મીડિયામાં ઉઠેલી આ માંગ તે નિવેદન બાદ વધુ તેજી થઇ ગઇ છે.જેમાં ભારતીય ઉપ ઉચ્ચાયુકત સુરેશકુમારે સુચન આપ્યું હતું કે ભારત અને પાકિસ્તાનને દાયકા જુના વિવાદને હવે ખતમ કરવો જોઇએ અને સ્થાયી આથક સંબંધોને ફરીથી બહાલ કરવો જોઇએ. પાકિસ્તાનના અખબાર ડોન અનુસાર સુરેશકુમારે કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધ ઇચ્છે છે.અમે ન અમારા પડોશી બદલી શકીએ છીએ અને ન તો દેશનો ભૂગોળ બદલી શકીએ છીએ આથી સારૂ છેં કે બંન્ને દેશ પરસ્પર સંબંધોને ઠીક કરે.

અખબાર ડોને પોતાના સંપાદકીયમાં લખ્યું છે કે આ એક મહત્વપૂર્ણ પગલુ છે કે પાકિસ્તાને પોતાના સમારોહમાં ભારતીય અધિકારીને આમંત્રિત કર્યા અને તેમણે બંન્ને દેશોના સંબંધોને સુધારવાની વાત કહી.હવે કોઇ પણ રીતના સખ્ત અને વિવાદાસ્પદ નિવેદનોના દૌરને ખતમ કરવાનો સમય આવી ગયો છે.ખાસ કરીને ભારત અને પાકિસ્તાનના સંબંધ કાશ્મીરને લઇ ખરાબ થયાં હવે સંબંધોને સુધારી આથક અને વ્યાપારિક સંબંધો સારા કરવાનો સમય આવી ગયો છે.

એ યાદ રહે કે આ પહેલા સંયુકત રાષ્ટ્ર સંધની બેઠકમાં પણ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતને દોસ્ત કહ્યાં હતાં ભલે જ તેમની જુબાન લપસી ગઇ હોય પરંતુ હવે પાકિસ્તાન અને ભારતના સંબંધોને સારા કરવાના પ્રયાસો થતા જોવામાં આવી રહી છે.