પુંછ, જમ્મુના પૂંછ જિલ્લાની ૨૨ વર્ષની યુવતીએ વ્હોટસએપ પર એક યુવક સાથે લગ્ન કરવા સરહદ પાર કરી. તે તેની બે પુત્રીઓ સાથે પાકિસ્તાન પહોંચી હતી પરંતુ ત્યાં પહોંચ્યા બાદ યુવકે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જ્યારે મહિલાના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી તો પોલીસ તપાસ દરમિયાન મામલો સામે આવ્યો.
જમ્મુ-કાશ્મીર પોલીસે સોમવારે જણાવ્યું હતું કે મહિલાનું નામ શબનમ છે અને તેના લગ્ન પૂંછના સાલ્ટોરીના રહેવાસી ગુલામ નબી સાથે થયા છે. તે પૂંછ જિલ્લાના ખાદી કરમાડા વિસ્તારમાં રહેતી હતી, જે નિયંત્રણ રેખા પાસે છે. મહિલાને બે દીકરીઓ છે જેમાં એક ૪ વર્ષની અને બીજી ૧.૫ વર્ષની છે.આ પહેલા પણ પ્રેમ અને લગ્ન માટે સરહદ પાર કરવાના કિસ્સા સામે આવ્યા છે. ગયા વર્ષે પાકિસ્તાનની એક મહિલા સરહદ પાર કરીને દિલ્હીના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી.
પોલીસે માહિતી આપી હતી કે મહિલાના પાકિસ્તાનમાં ત્રણ કાકા અને એક કાકી છે. તે વ્હોટસએપ કોલ દ્વારા એક યુવકના સંપર્કમાં હતી, જેણે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. યુવક સાથે લગ્ન કરવા માટે મહિલા પૂંછના રંગાર નાળા વિસ્તારમાંથી પાકિસ્તાન ગઈ હતી.
૧૩ મે, ૨૦૨૩ના રોજ પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદરે દિલ્હીના સચિન નામના યુવક સાથે લગ્ન કરવા સરહદ પાર કરી. સીમા તેના ચાર બાળકો સાથે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવી હતી અને સચિન સાથે લગ્ન કરીને તેની સાથે રહેવા લાગી હતી.
જ્યારે પોલીસને આ બાબતની માહિતી મળી તો બંનેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા. જોકે બે દિવસ બાદ કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યા હતા.
યુપી-એટીએસે બે દિવસમાં સીમા અને સચિનની ૧૮ કલાક પૂછપરછ કરી હતી. આ પૂછપરછ નોઈડાના સેફ હાઉસમાં કરવામાં આવી હતી. યુપી-એટીએસે બે દિવસમાં સીમા અને સચિનની ૧૮ કલાક પૂછપરછ કરી હતી. આ પૂછપરછ નોઈડાના સેફ હાઉસમાં કરવામાં આવી હતી.
સીમા હૈદરને કોર્ટમાંથી જામીન મળી ગયા હોવા છતાં ભારતમાં ગેરકાયદેસર પ્રવેશના કારણે સીમા હૈદર સુરક્ષા એજન્સીઓના નિશાના પર આવી ગઈ હતી. આ પછી તપાસ સતત ચાલુ રહી.તપાસમાં જાણવા મળ્યું કે સચિન અને સીમા ૨૦૨૦માં પબજી ગેમ રમતી વખતે મિત્રો બની ગયા હતા. મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ અને બંને નેપાળમાં મળ્યા. આ પછી તેઓએ સાથે રહેવાનું નક્કી કર્યું અને સીમા તેના બાળકો સાથે દિલ્હીના નોઈડા આવી ગઈ. જો કે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.
ભારતમાં આવતા પાકિસ્તાની નાગરિકો માટે ૧૦ પ્રકારના વિઝા આપવામાં આવે છે. જો ભારત સરકાર આ ૧૦ વિઝિટર વિઝામાંથી એક હેઠળ સીમા હૈદરને વધુમાં વધુ ૨ વર્ષ માટે વિઝા આપે છે, તો તેના ભારતમાં રહેવાની શક્યતાઓ વધી જશે. લાંબા ગાળાના વિઝાને ભારતીય નાગરિક્તા મેળવવાનું પ્રથમ પગલું માનવામાં આવે છે. આ નિર્ણય ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે.તે જ સમયે, જો કોર્ટ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સીમા અને સચિનના લગ્નને માન્ય કરે છે, તો તેના ભારતમાં રહેવાની શક્યતા વધી જશે. આ પછી તેના માટે નાગરિક્તા મેળવવી સરળ બની જશે.