પાકિસ્તાનના કરાચીમાં ડ્રીમ બજાર નામના એક શોપિંગ મોલનું ઉદ્ધાટન થયું હતું. તેના ઓપનિંગને શાનદાર બનાવવા માટે ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું હતું પણ પાકિસ્તાનની જનતાએ ગામ ગાંડુ કરી નાખ્યું. ૫૦ પાકિસ્તાની રુપિયાથી ઓછી કિંમત પર સામાન વેચવાના વાયદા સાથે શરુ થયેલો આ દિવસ હિંસા અને તોડફોડ સાથે ખતમ થયો.
પાકિસ્તાનના પહેલા મેગા થ્રિટ સ્ટોરનો સોશિયલ મીડિયા પર ભારે પ્રચાર કર્યો. ઉદ્ધાટનના દિવસે કપડા, એક્સેસરીઝ અને ઘરેલુ સામાન પર ભારે ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું હતું. જ્યારે મોલની બહાર હજારો લોકો એકઠા થતાં મેનેજમેન્ટને ભીડને કંટ્રોલ કરવામાં માથે પરસેવો આવી ગયો.
રિપોર્ટ અનુસાર, જ્યારે તેમણે સ્થિતિને કંટ્રોલમાં કરવા માટે દરવાજા બંધ કરવાની કોશિશ કરી તો ધોકા લઈને લોકોએ બળજબરીથી કાચ તોડીને અંદર ઘુસી ગયા. બાદમાં તો સ્થિતિ એટલી ભયાનક થઈ ગઈ કે શહેરમાં ટ્રાફિક જામ થયો અને મોલ બહાર હજારો લોકો એકઠા થઈ ગયા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, સંપત્તિને ભારે નુક્સાન પહોંચાડ્યું છે. અમુક લોકોએ આરોપ લગાવ્યો છે કે, ત્યાં કોઈ પોલીસ હાજર નથી. જ્યારે અન્યએ કહ્યું કે, પોલીસે રાહદારીઓ પર હુમલો કરી રહી હતી.
તોડફોડ દરમ્યાન લોકોએ કપડા ચોરી લીધા હોવાના વીડિયો પણ બનાવ્યા. એક અન્ય પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આ બધું અડધી કલાકની અંદર થઈ ગયું. તેમણે બપોરે ૩ વાગ્યે દુકાન ખોલી અને ૩.૩૦ તો બધો સામાન ચોરાઈ ગયો. કહેવાય છે કે, આ ઈમારત વિદેશમાં રહેતા એક પાકિસ્તાની મૂળના શખ્સે બનાવી હતી. તોડફોડથી મોલનો સ્ટાફ પણ ચોંકી ગયો.
એક કર્મચારીએ દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે તેને કરાચીના લોકોના ફાયદા માટે લાવ્યા હતા. પણ સુચારુ રુપથી ખોલવાની જગ્યાએ અમે અરાજક્તાનો સામનો કરવો પડ્યો. કરાચીમાં ખૂબ જ ઓછું રોકાણ થાય છે અને જ્યારે થાય છે તો પરિણામ આ આવે છે.