
સંયુક્ત આરબ અમિરાતમાં દુબઈમાં વિશ્વ જળવાયુ એકશન શિખર સંમેલનનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી અગ્રણીઓ આવ્યા. ગઇકાલે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યાં હતા અને પાકિસ્તાનના કાર્યવાહક પીએમ અનવારુલ હક પણ પહોંચ્યા. જો કે તેમની હાજરીને લઇને પાકિસ્તાનીઓએ જ પોતાના પીએમની હાંસી ઉડાવી છે.
સંયુક્ત આરબ અમિરાતમાં દુબઈમાં વિશ્વ જળવાયુ એકશન શિખર સંમેલનનું આયોજન થયું હતું આ મીટિંગ દરમિયાન વિશ્વના તમામ નેતાઓની લેવામાં આવેલી તસવીરમાં પીએમ નરેન્દ્ર મોદી સૌથી આગળ ઊભા છે. આ તસવીર સામે આવ્યા બાદ પાકિસ્તાનના લોકોએ પોતાના જ નેતાઓની મજાક ઉડાવી.
પાકિસ્તાનના ઘણા લોકોએ ટ્વિટર પર આ તસવીર શેર કરી છે અને પૂછ્યું છે કે અમારા PM ક્યાં છે ? પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક કમર ચીમાએ સમિટના તમામ નેતાઓની તસવીર શેર કરતા લખ્યું, પીએમ મોદી પહેલી લાઈનમાં ઉભા છે પરંતુ કૃપા કરીને આ તસવીરમાં અમારા વડાપ્રધાનને શોધવામાં મદદ કરો.
તેના ટ્વીટ પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી અને લખ્યું કે તેને શોધવામાં ચશ્માની સંખ્યા વધી જશે. આરઝૂ કાઝમી નામના યુઝરે પાકિસ્તાનના પીએમને શોધીને કહ્યું કે તેઓ જમણી બાજુ પાછળ ઉભા છે..
મહત્વનું છે કે આ તસવીર પરથી ભારત અને પાકિસ્તાન ક્યાં છે તેનો અંદાજ લગાવી શકાય છે. ભારત અને પાકિસ્તાન બંને સાથે આઝાદ થયા એક દેશે વિકાસનો રસ્તો પડક્યો તો બીજા દેશે આતંકનો. વિશ્વમાં બંને દેશની ઓળખ દુનિયાના નેતાઓને છે.