- પગારમાં મહીનાઓ સુધી સતત વિલંબ થાય છે જેના માટે પોતાના પશુઓને મેનેજ કરવું અને પરિવારની બુનિયાદી જરૂરતોને પુરી કરવાનું વધુ મુશ્કેલ.
ઇસ્લામાબાદ,
આસમાને પહોંચેલી અને બેરોજદારીએ રોકડની સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનમાં સામાન્ય જનતાની કમર તોડી દીધી છે. આ ઉપરાંત દરેક ૧૦થી ૧૫ દિવસોમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કીમતોમાં વધારો અને કર લગાવવાથી સામાન્ય વ્યક્તિનું જીવન દયનીય થઇ ગયું છે.હવે એક નવું સંકટ,છંટનીથી પાકિસ્તાનીઓને સામનો કરવો પડી રહ્યો છે.સરકાર દ્વારા વ્યાપાર વિસ્તાર માટે આયાત પર પ્રતિબંધ લગાવવા અને તમામ એલસી(લીજ ક્રેડિટ)ને રોકવાની સાથે મોટાભાગની વિનિર્માણ કંપનીઓ પોતાના પ્લાંટ્સને બંધ કરવા અને હજારો કામદારોને કાઢવા પર મજબુર છે આ કંપનીઓ પોતાના ઉત્પાદનો માટે આયાતિત વસ્તુઓ પર નિર્ભર છે.
દેશની ટોપ મેન્યુફેકચરિંગ કંપનીઓમાં એકમાં કાર્યરત સિવિલ એન્જીનિયર મુસા એક સ્થાયી કર્મચારી હતો અને ગત પાંચ વર્ષોથી કામ કરી રહ્યો હતો.મુસા તે કર્મચારીઓમાંથી છે જેમણે પોતાની ફાઇવ ફિગર પગારવાળી નોકરી ગુમાવી દીધી તે પણ ઇડસ્ટ્રિયલ પ્લાંટ્સના બંધ થવાનો શિકાર થઇ ગયો.મુસાએ કહ્યું કે હું ત્યાં એક સ્થાયી કર્મચારી હતો પરંતુ સરકારના આયાત પર પૂર્ણ પ્રતિબંધના કારણે પ્લાંટ બંધ થઇ ગયા અને મે મારી નોકરી ગુમાવી દીધી મારી પાસે પાંચ (પત્ની અને ત્રણ બાળકો)નો પરિવાર છે અને હું ધરમાં એકલો કમાનાર વ્યક્તિ છું મારો પરિવાર કયારેય પુરો ન થનાર તે સંધર્ષનો સામનો કરી રહ્યો છે.
પાકિસ્તાનમાં મુસા જ નહીં પરંતુ સેંકડો લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે જયારે નોકરી કરનારાઓને ૩૦થી ૫૦ ટકા પગાર કાપનો સામનો કરવો પડી રહ્યો છે.અનેક એવા છે જેમના પગારમાં મહીનાઓ સુધી સતત વિલંબ થાય છે જેના માટે પોતાના પશુઓને મેનેજ કરવું અને પરિવારની બુનિયાદી જરૂરતોને પુરી કરવાનું વધુ મુશ્કેલ થઇ જાય છે.હાલમાં લોકો ફકત આશા કરી રહ્યાં છે કે વસ્તુ સારી થશે કારણ કે આજે અમે જયાં ઉભા છીએ ત્યાં સામાન્ય વ્યક્તિનું જીવન વધુ મુશ્કેલભર્યું થઇ ગયું છે.આવનારા દિવસોમાં સામાન્ય વ્યક્તિને માટે પહેલાથી વધુ ગંભીર સ્થિતિ અને ખરાબ થવાની આશા છે વધુ કર લગાવવો,પેટ્રોલિયમ ઉત્પાદનોની કીમતોમાં વધારો અને ફુગાવો,જે વર્તમાનમાં લગભગ ૨૭ ટકા છે અને ૩૫ ટકાથી વધુ થવાની આશા છે જે સામાન્ય વ્યક્તિઓ પર અસર પાડશે.