પાકિસ્તાને અઝબૈજાનની મદદ માટે પોતાની સેના મોકલી

ખ્રિસ્તી દેશ અર્મેનિયા અને મુસ્લિમ દેશ અઝરબૈજાન વચ્ચે છેડાયેલી જંગમાં તુર્કી અને પાકિસ્તાન ખુલીને સામે આવી ગયા છે. પાકિસ્તાને અઝબૈજાનની મદદ માટે પોતાની સેના મોકલી છે જ્યારે તુર્કી સાથે મળીને સીરિયા અને લિબીયાથી આતંકીઓ ત્યાં મોકલવામાં આવી રહૃાા છે. આ ઉપરાંત અર્મેનિયાએ એવો દાવો પણ કર્યો છે કે તુર્કીના એક ફાઈટર જેટે તેમનું ફાઈટર વિમાન તોડી પાડ્યું. જેમાં પાયલટનું મૃત્યુ થયું છે. અર્મેનિયા અને અઝરબેઝાન વચ્ચે નાગોર્નો-કારાબાખ મુદ્દે ચાલી રહેલી લડાઈમાં પાકિસ્તાને નાપાક હરકત શરૂ કરી દીધી છે.

એક સ્થાનિક ટેલિફોનિક વાતચીતમાં એવો ખુલાસો થયો છે કે આ જંગમાં અઝરબૈજાન તરફથી પાકિસ્તાની સેના પણ સામેલ છે. અર્મેનિયા સાથે છેડાયેલી જંગમાં અઝરબૈજાનને સાથ આપવા માટે પાકિસ્તાને પોતાના જવાનોને મોકલ્યા છે. આ ચોંકાવનારો ખુલાસો એક ફોન રેકોર્ડિંગથી થયો. જેમાં અઝરબૈજાનના બે લોકો પરસ્પર વાતચીત કરી રહૃાા છે. જેમાં એક વ્યક્તિ જણાવે છે કે અહીં પાકિસ્તાનના જવાનો ભેગા થઈ રહૃાા છે. સવાલ જવાબ વચ્ચે એક વ્યક્તિ કહે છે કે જો ગોળીઓ છૂટે તો બીજી જગ્યાએ જતો રહેજે. જેના પર બીજો વ્યક્તિ જવાબ આપે છે કે હાં. અગદમ તરફ. તેમણે (અઝરબૈજાન) ત્યાં પાકિસ્તાનના જવાનો ભેગા કર્યા છે અને તેઓ તેમને અગદમ તરફ લઈ જઈ રહૃાા છે.

તુર્કી અને પાકિસ્તાન આગ સાથે રમવાની કોશિશ કરી રહૃાા છે. તેઓ સીરિયામાં લડી રહેલા આતંકીઓને અર્મેનિયાના યુદ્ધ ક્ષેત્ર નાગોર્નો-કારાબાખમાં મોકલી રહૃાા છે. કિિંલગ મશીનના નામથી ઓળખાતા આ આતંકીઓને મુસ્લિમ દેશ અઝરબૈજાનના પક્ષમાં અને ખ્રિસ્તિ દેશ અર્મેનિયા વિરુદ્ધ મેદાનમાં ઉતારવામાં આવી રહૃાા છે. અહેવાલો મુજબ ભારે હથિયારોથી લેસ આ આતંકીઓને ૨૨ સપ્ટેમ્બર બાદથી તુર્કીના રસ્તે સતત અઝરબૈજાનની રાજધાની બાકૂ પહોંચાડવામાં આવી રહૃાા છે. અત્યાર સુધીમાં ૧૦૦૦ આતંકીઓ પહોંચ્યા છે. જેમને તુર્કી ૧૫૦૦થી ૨૦૦૦ ડોલરની સેલરી પણ આપે છે.