પાકિસ્તાનની જેલમાંથી એક્સાથે ભાગ્યા ૧૮ કેદીઓ, એલર્ટ જાહેર

પાકિસ્તાનની જેલમાંથી કેટલાક કેદીઓ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પાકિસ્તાનની તમામ જેલોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઘટના મંગળવારે બની હતી. જેમાં ૧૮ વધુ કેદીઓ પણ ભાગી ગયા હતા.એવું કહેવામાં આવ્યું હતું કે કેદીઓએ બંદૂકની અણી પર ગાર્ડને કાબૂમાં રાખ્યો હતો અને મુખ્ય દરવાજો તોડીને ભાગી ગયા હતા. મળી રહેલી માહિતિ અનુસાર તેમાં ભારતનો એક મોસ્ટ વોન્ટેડ આતંકી હોવાની આશંકા પણ સેવાઈ રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નાસી છૂટેલા ૧૮ કેદીઓમાંથી છ મૃત્યુદંડની સજામાં હતા અને અન્ય ત્રણ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. અન્ય એક કેદીને ભાગી જવા દરમિયાન ગોળી મારી દેવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તે પાંચ વર્ષની સજા ભોગવી રહ્યો હતો. મૃતકની ઓળખ ખય્યામ સઈદ તરીકે થઈ છે. સઈદ ૫ વર્ષની સજા ભોગવી રહ્યો હતો. જેઓ ભાગી ગયા હતા તેઓ સાકિબ મજીદ, ઉસ્માન ઇકરાર, શમીર આઝમ, અમીર અબ્દુલ્લા, ફૈઝલ હમીદ અને નઝીર યાસીન નામના છ મૃત્યુદંડના કેદી હતા.

માહિતિ અનુસાર આ ઘટના બાદ રાવલકોટ જેલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ સહિત ૭ અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે અને સુરક્ષા ભંગની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ જેલના વડા અને અન્ય અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક અધિકારીઓને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. સુરક્ષામાં ખામીના કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની તમામ જેલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

પોલીસની ટીમ તમામ એંગલથી તપાસ કરી રહી છે. સાથે જ જેલ તોડવા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ કેટલાક જેલ અધિકારીઓને પણ બરતરફ કરવામાં આવ્યા છે. હાઈ રિસ્ક કેદીઓને જેલમાંથી બહાર કાઢીને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.