પાકિસ્તાની હસીનાએ ઈન્ડિયન આર્મીના માણસને મીઠી મીઠી વાતો કરી ફસાવ્યો, ગુપ્ત જાણકારી એકઠી કરી

પાકિસ્તાનની એક હસીનાએ જાણકારી એકઠી કરવા માટે થઈને મીઠી મીઠી વાતો કરીને બહું મોટું ષડયંત્ર રચ્યું હતું. છેલ્લા એક વર્ષથી તે આર્મી એરિયામાં એક શખ્સની સાથે ફોન પર વાત કરતી હતી. આ હસીના પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવીને સેનાના એરિયા વિશે મહત્વની જાણકારી કઢાવતી હતી. જ્યારે તપાસ એજન્સીને તેના વિશે ખબર પડી તો જાસૂસીના આરોપમાં મહાજન આર્મી એરિયાના વેટ કેન્ટીન સંચાલકની ધરપકડ કરી છે. આરોપી મહાજન મહિલા પાક હેંડલરને સંવેદનશીલ જાણકારી મોકલી રહ્યો હતો.

રાજસ્થાન ઈંટેલિજેંસે મિલટ્રી ઈંટેલિજેંસ બીકાનેરની સાથે સંયુક્ત કાર્યવાહી કરીને પાકિસ્તાન ગુપ્તચર એજન્સી માટે જાસૂસી કરી રહેલ બીકાનેર ડુંગરગઢ તાલુકાના લાખાસર વિસ્તારના ગામ ઉપરના વાસ નિવાસી વિક્રમ સિંહની ધરપકડ કરી છે. અધિક મહાનિદેશક પોલીસ ઈંટેલિજેંસ સંજય અગ્રવાલે જણાવ્યું કે, વિક્રમ સિંહ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર હેંડલર્સના સતત સંપર્કમાં હતો.

વિક્રમ હનીટ્રેપની લાલચમાં આવીને સોશિયલ મીડિયા દ્વારા પાક મહિલા એજન્ટના સંપર્કમાં રહીને સામરિક મહત્વની જાણકારી શેર કરી રહ્યો હતો. વિક્રમ સિંહ આર્મી એરિયા મહાજન બીકાનેરમાં લાંબા સમયથી વેંટ કેન્ટીનનું સંચાલન કરી રહ્યો હતો. લગભગ એક વર્ષથી તે પાક ગુપ્તચર એજન્ટ અનીતાના સંપર્કમાં હતો. પાક હેંડલરના પ્રેમમાં હોવાના વહેમમાં વિક્રમ આર્મી એરિયાની સંવેદનશીલ જાણકારી જેમ કે ફોટોગ્રાફ્ટસ ,પ્રતિબંધિત લોકેશન અને વીડિયો તથા યૂનિટ તથા અધિકારીઓની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો હતો.