વોશિગ્ટન, પાકિસ્તાન ક્યારેય કોઈ દેશ પર વિશ્ર્વાસ કરી શક્યું નથી. ક્યારેક તે ચીનના હાથની કઠપૂતળી બની જાય છે તો ક્યારેક તે અમેરિકા અને રશિયાના ખોળામાં રમવા લાગે છે. પાકિસ્તાન પોતાના હેતુઓ માટે કોઈપણ દેશ સાથે મિત્રતા કે દુશ્મની કરવાનો યોગ્ય સમય જાણે છે. સંરક્ષણ ક્ષેત્રે લાખો અમેરિકી ડૉલર આપીને પાકિસ્તાનને મદદ કરનાર અમેરિકા હવે પાકિસ્તાન સામે હારી ગયું છે. પાકિસ્તાનમાં અમેરિકાની થાળીમાં ખાધું અને હવે તેની થાળીમાં કાણું પાડ્યું. હકીક્તમાં, અહીં ન્યૂયોર્કમાં રહેતો એક પાકિસ્તાની ડોક્ટર ઈસ્લામિક એસ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઇએસઆઇએસ)ની મદદ કરતા પકડાયો હતો. હવે કોર્ટે તેને ૧૮ વર્ષની જેલની સજા ફટકારી છે.
આ પાકિસ્તાની ડોક્ટર એચ૧- બી વિઝા પર અમેરિકામાં કામ કરતો હતો. લાંબા સમયથી આ પાકિસ્તાની ડોક્ટર આતંકવાદી સંગઠન આઇએસઆઇએસને મદદ પૂરી પાડવા અને અમેરિકામાં આતંકી હુમલાના પ્રયાસમાં મદદ કરી રહ્યો હતો. એટલા માટે પાકિસ્તાની ડોક્ટરને કોર્ટે ૧૮ વર્ષની જેલની સજા ફટકારી છે. ૩૧ વર્ષીય મુહમ્મદ મસૂદને આઇએસઆઇએસને મદદ પૂરી પાડવાના પ્રયાસ બદલ સજા ફટકારવામાં આવી હતી, એમ ન્યાય વિભાગના નિવેદનમાં જણાવાયું હતું. ઉપરાંત, તેણે મુક્ત થયા પછી પાંચ વર્ષ સુધી દેખરેખ હેઠળ રહેવું પડશે.
પાકિસ્તાની ડૉક્ટર મસૂદે ગયા વર્ષે યુએસ સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડાયા બાદ દોષી કબૂલ્યું હતું અને વરિષ્ઠ ન્યાયાધીશ પોલ એ. મેગ્ન્યુસન સમક્ષ તેને સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટના દસ્તાવેજો અનુસાર, મસૂદ પાકિસ્તાનમાં લાઇસન્સ પ્રાપ્ત ચિકિત્સક હતો અને H-૧મ્ વિઝા પર મિનેસોટાના રોચેસ્ટરમાં મેડિકલ ક્લિનિકમાં સંશોધન સંયોજક તરીકે કામ કરતો હતો. મસૂદે જાન્યુઆરી ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૦ ની વચ્ચે એક મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ આતંકવાદી સંગઠનમાં જોડાવાના ઉદ્દેશ્ય સાથે વિદેશ પ્રવાસની સુવિધા માટે કર્યો હતો.
મસૂદે ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ અલ-શામમાં જોડાવાની ઈચ્છા અંગે અનેક નિવેદનો આપ્યા છે અને આતંકવાદી સંગઠન અને તેના નેતા પ્રત્યે પોતાની નિષ્ઠા પણ વ્યક્ત કરી છે. મસૂદે અમેરિકામાં એકલા હાથે આતંકવાદી હુમલા કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.