ઇસ્લામાબાદ,
ગુજરાતના ક્સાઈ’વાળા વિવાદાસ્પદ નિવેદન બાદ હવે પાકિસ્તાનના મહિલા મંત્રી શાઝિયા મર્રીએ ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપી છે.
તેમણે કહ્યું છે કે અમારુ પરમાણુ સ્ટેટસ મૌન માટે નથી. ભારત વિરૃદ્ધ ઝેર ઓકનાર બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહિલા મંત્રી મર્રીએ કહ્યું કે અમે ભારત વિરુદ્ધ ફરિયાદ નથી કરી રહ્યા, પરંતુ અમે ભારતની વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છીએ. જો તમે વારંવાર પાકિસ્તાન પર આરોપો લગાવતા રહેશો અને પાકિસ્તાન ચૂપચાપ સાંભળતું રહેશે, તો તે થવાનું નથી. શાઝિયાએ જણાવ્યું હતું કે, સારા થાઓ, તમે બિલાવલ ભુટ્ટોના પૂતળાં બાળવાની ધમકી આપી રહ્યા છો, જ્યારે ભારતમાં તમારા પોતાના પૂતળા દહન કરાઈ રહ્યા છે.
શાઝિયા મર્રીએ કહ્યું કે જો મોદી સરકારે અમારી સામે લડશે તો અમે પણ જોરદાર જવાબ આપીશું. પાકિસ્તાનને પણ જવાબ આપતા આવડે છે. ઉલ્લેખનીય છે કે પાક.મંત્રી બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદીને ગુજરાતના ક્સાઈ ગણાવ્યાં હતા.
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે તેમને ગુજરાતના ક્સાઈ ગણાવ્યા હતા. બિલાવલ ભુટ્ટોએ અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સત્ર દરમિયાન પત્રકાર પરિષદમાં ભારત સરકારને મહાત્મા ગાંધીના બદલે હિટલરથી પ્રભાવિત ગણાવી હતી. બિલાવલે પીએમ મોદીને ગુજરાતના ક્સાઈ ગણાવ્યા હતા.