પાકિસ્તાને પૈસા માટે ઐતિહાસિક વસ્તુ અમેરિકાને સોંપી દીધી.. ૧૦૫૭ રૂમ.ખૂબ જ સુંદર હોટલ!

ઇસ્લામાબાદ,\ પાકિસ્તાનનો મોંઘવારી દર ભારત કરતા ૭ ગણો વધારે છે. ભારતમાં મોંઘવારી દર ૬ ટકાથી નીચે છે, જ્યારે પાકિસ્તાનમાં તે ૩૮ ટકાથી વધુ છે. આ દરમિયાન પાકિસ્તાન પર ડિફોલ્ટ થવાનો પણ ખતરો છે. એટલા માટે પાકિસ્તાન દરેક રીતે નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી ખતરાને ટાળી શકાય. આ પ્રયાસમાં, પાકિસ્તાને ન્યૂયોર્કમાં તેની પ્રખ્યાત રૂઝવેલ્ટ હોટેલ ત્રણ વર્ષ માટે ભાડે આપી છે.

આ ડીલથી પાકિસ્તાનને લગભગ ઇં૨૨૦ મિલિયનની રકમ મળશે. પાકિસ્તાનના એવિએશન મિનિસ્ટર ખ્વાજા સાદ રફીકે જણાવ્યું કે આ હોટલ ન્યૂયોર્ક એડમિનિસ્ટ્રેશનને ત્રણ વર્ષ માટે લીઝ પર આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, વિદેશમાં પાકિસ્તાનની બે મોટી હોટલ છે, એક ન્યુયોર્કમાં છે અને બીજી પેરિસમાં છે. તે બંને ઉત્તમ સ્થાન અને હાઇટેક સુવિધાઓથી સજ્જ છે.

પાકિસ્તાન સરકારે જે હોટલ ભાડે આપી છે તે ન્યુયોર્કના મેનહટનમાં છે. આ હોટલનો ઇતિહાસ લગભગ ૧૦૦ વર્ષનો છે. હાલમાં તેની ગણના ન્યૂયોર્કની સુંદર અને મોટી હોટલોમાં થાય છે. એટલે કે પાકિસ્તાન સરકારે તેનો ખર્ચ ઉઠાવવા માટે હોટલ પણ અમેરિકાને સોંપવી પડશે.

વાત કરીએ, છેલ્લા કેટલાક સમયથી આ હોટલ ખોટમાં ચાલી રહી હતી. હકીક્તમાં, કોરોના સંકટ દરમિયાન, હોટેલ ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો હતો. જેના કારણે રૂઝવેલ્ટ હોટેલ પણ આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. સમાચાર એવા પણ હતા કે પાકિસ્તાન સરકાર આ હોટલને પૈસા માટે વેચી પણ શકે છે. પરંતુ હવે તેને ત્રણ વર્ષ માટે અમેરિકા ભાડે આપવાના સમાચાર છે.

પાકિસ્તાનની આ હોટલ ખૂબ જ સુંદર છે, આ હોટલમાં ૧૯ માળ છે. આ હોટલની ડિઝાઈનમાં અમેરિકાની ઐતિહાસિક ઈમારતોની ઝલક જોવા મળે છે. આ હોટલ ૪૩,૩૧૩ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે. તેની ઇમારત ૭૬ મીટર ઊંચી છે.

હાલમાં આ હોટલમાં ૧૦૫૭ રૂમ છે, આ હોટલમાં ૩૦૦૦૦ ફૂટ મીટિંગ સ્પેસ છે. બે બૉલરૂમ અને ૧૭ મીટિંગ રૂમ છે. આધુનિક હોટલોમાં જે છે તે બધું તેમાં છે. પ્રથમ માળે મુખ્ય લોબી વિસ્તાર, ડાઇનિંગ રૂમ અને બ્રેકફાસ્ટ રૂમ છે.

પાકિસ્તાન સરકારનો ઈરાદો એ છે કે જો દેશ નુક્સાનમાંથી ઉભો થશે તો આવી અનેક ઈમારતને વધુ ઉભી કરવામાં આવશે અને અન્ય વ્યવસાયિક હેતુઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. નાણાકીય નુક્સાનને કારણે આ હોટેલ વર્ષ ૨૦૨૦ થી બંધ હતી. આ હોટેલને લગતા ઘણા અપડેટ્સ છે.

રૂઝવેલ્ટ હોટેલ લગભગ ૧૦૦ વર્ષ પહેલાં ૧૯૨૪માં ખોલવામાં આવી હતી. વર્ષ ૧૯૩૪ માં, આ હોટેલ ચલાવતી કંપની નાદાર થઈ ગઈ, જેનું નામ ન્યુયોર્ક યુનાઈટેડ હોટેલ્સ ઈક્ધોર્પોરેટેડ હતું. તે પછી રૂઝવેલ્ટ હોટેલ્સ ઇક્ધોર્પોરેટેડ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૪૩માં હિલ્ટન હોટેલે તેનું સંચાલન કરવાનું શરૂ કર્યું.

વર્ષ ૧૯૫૬ માં, આ હોટેલ ફરીથી વેચવામાં આવી હતી. આ વખતે ખરીદનાર અમેરિકાની હોટેલ કોર્પોરેશન હતી. જે બાદ ૧૯૭૮માં આ હોટલ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સને લીઝ પર આપવામાં આવી હતી. વર્ષ ૨૦૦૦માં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ અને પ્રિન્સ ફૈઝલ બિન ખાલિદ બિન અબ્દુલ અઝીઝ અલ સાદે મળીને તેને ખરીદી હતી. ત્યારબાદ પીઆઈએ પ્રિન્સનો શેર પણ ખરીદ્યો હતો.