પાકિસ્તાનને આ મહિને આઇએમએફ પાસેથી આગામી હપ્તા તરીકે ૭૦૦ મિલિયન મળવાની અપેક્ષા છે

ઇસ્લામાબાદ, રોકડ સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને આઇએમએફ તરફથી આગામી હપ્તા તરીકે ૭૦૦ મિલિયન યુએસ ડોલર મળવાની અપેક્ષા છે. મીડિયાના એક સમાચારમાં આ વાત કહેવામાં આવી છે.આ અંગે ૧૧ જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. અખબાર ’ડોન’ના સમાચાર મુજબ, વોશિંગ્ટન સ્થિત આઇએમએફનું બોર્ડ હાલના યુએસ૩ બિલિયન ’સ્ટેન્ડ-બાય એરેન્જમેન્ટ’ હેઠળ પાકિસ્તાનને યુએસ ૭૦૦ મિલિયનની આગામી હપ્તાની ચર્ચા અને સંભવિત વિતરણની યોજના બનાવી રહ્યું છે.અંતિમ મંજૂરી આપવા તૈયાર છે.

આઇએમએફ એક્ઝિક્યુટિવ બોર્ડના કેલેન્ડર મુજબ, આગામી બેઠકો ૮, ૧૦ અને ૧૧ જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી છે, જેમાં છેલ્લા દિવસે પાકિસ્તાનના મુદ્દા પર ચર્ચા થવાની છે. વર્તમાન આઇએમએફ કાર્યક્રમ એપ્રિલના બીજા સપ્તાહમાં સમાપ્ત થઈ શકે છે. તેની કુલ રકમ ત્રણ અબજ યુએસ ડોલર છે, જેમાંથી લગભગ ૧.૮ અબજ યુએસ ડોલર બાકી છે. જુલાઈમાં ઇં૧.૨ બિલિયનનો પ્રથમ હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો.