પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વામાં ભડકી હિંસા, ૩૬ લોકોના મૃત્યુ

આતંકવાદને પોષનાર દેશ પાકિસ્તાનની હાલત હવે પોતે જ ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં બે આદિવાસી જૂથો વચ્ચે મોટી હિંસા થઈ છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ૩૬ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, સેંકડો લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ કહ્યું છે કે પાંચ દિવસ પહેલા બંને જૂથો વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં જમીનના ટુકડાને લઈને બે આદિવાસી જૂથો વચ્ચે આ સશ સંઘર્ષ શરૂ થયો છે. હિંસામાં ૩૬ લોકો માર્યા ગયા અને ૧૬૨ ઘાયલ થયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગામમાં અગાઉ આદિવાસીઓ અને ધામક જૂથો વચ્ચે ઘાતક અથડામણો તેમજ સાંપ્રદાયિક અથડામણો અને આતંકવાદી હુમલાઓ જોવા મળ્યા છે.

સમગ્ર હિંસા અંગે પોલીસે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી આદિવાસી હિંસામાં ૩૬ લોકો માર્યા ગયા છે અને ૧૬૨ અન્ય ઘાયલ થયા છે. આ ઘટના અપર કુર્રમ જિલ્લાના બોશેરા ગામમાં બની હતી.

અધિકારીઓએ જણાવ્યું છે કે આદિવાસી વડીલો, સૈન્ય નેતૃત્વ, પોલીસ અને જિલ્લા પ્રશાસનની મદદથી થોડા સમય પહેલા બોશેરા, મલિકેલ અને દુંદર વિસ્તારમાં શિયા અને સુન્ની જાતિઓ વચ્ચે સમજૂતી થઈ છે. જો કે જિલ્લાના અન્ય કેટલાક ભાગોમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે. તે જ સમયે, એક અધિકારીએ કહ્યું કે બાકીના વિસ્તારોમાં પણ યુદ્ધવિરામ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.