કરાંચી,
કરાંચીમાં ભારે વરસાદે સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું હતું અને શહેરના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જેના કારણે તમામ વેપારી પ્રવૃત્તિ બંધ કરવાની ફરજ પડી હતી અને ૨૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મંગળવારી સતત પડી રહેલા વરસાદે પાકિસ્તાનના મુખ્ય શહેર અને આર્થિક પાટનગરને માઠી અસર પહોંચાડી હતી. હવામાન ખાતાએ કહૃાું હતું કે ઓગસ્ટમાં મહિનામાં પડેલા વરસાદે છેલ્લા ૯૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. ચોમાસાનો વરસાદ લંબાવ્યા હતા અને તે અસાધારણ છે.
આગામી કેટલાક દિવસો સુધી હજુ પણ આ જ પેટર્ન ચાલી રહેશે એમ હવામાન ખાતાના એક પ્રવકતાએ ક્હૃાું હતું. સવારથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે લોકો પોતપોતાના સ્થાને ફસાઇ ગયા હોવાથી વેપાર ઠપ થઇ ગયો હતો. રસ્તા પર પાણી ભરાઇ જતા લોકોને ઘરે જ પુરાઇ રહેવું પડયું હતું જ્યારે બહાર નીકળેલા લોકો અનેક જગ્યા અટવાઇ ગયા હતા. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા તેમજ ટીવીમાં દેખાતા દ્રશ્યોમાં અત્યંત ભયાનક સ્થિતિનો ચિતાર અપાયો હતો. સ્થાનિક નાગરિક સેવા સંસ્થાઓને પાણી કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી હતી.
રસ્તાઓ પર પાણી ભરાયા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. કરાચીના પોલીસ કમિશનરે લોકોને પોતાના ઘરોમાંથી બહાર નહીં નીકળવા અપીલ કરાઇ હતી. કરાંચી વીજળી કંપનીએ પણ લોકો વીજ કાપ માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી. મંગળવારથી પડી રહેલા વરસાદમાં આશરે ૧૮ લોકોના જીવ ગયા હતા. કેટલીક જગ્યાએ મકાનોની દિવાલો પડી ગઇ હતી. કરાચીના એક ટોચના અધિકારીએ કહૃાું હતું કે જુલાઇમાં શરૂ થયેલા વરસાદમાં અત્યાર સુધી ૫૦ લોકો માર્યા ગયા હતા.