પાકિસ્તાનથી દુનિયાને ખતરો !! કંગાળ દેશ પરમાણુ હથિયારો વેચવાની પેરવી કરી શકે છે

ઇસ્લામાબાદ,

હાલમાં પાકિસ્તાનમાં આર્થિક કટોકટી ચરમસીમા પર પહોંચી છે. ત્યારે પાકિસ્તાન પોતાની સ્થિતિ સુધારવા વિશ્ર્વ માટે જોખમી પગલું ઉઠાવી શકે છે. પાકિસ્તાન આર્થિક સ્થિતિમાંથી બહાર આવવા ગમે તેવા પેંતરા અજમાવી શકે છે. જેમાં પાકિસ્તાન પાસે રહેલા પરમાણું હથિયારો અને પરમાણું બોંબ વેચવાની આશંકાઓ સેવાઇ રહી છે.

ડિફોલ્ટર હોવાના કારણે હાલ પાકિસ્તાનને લઇને વિશ્ર્વભરમાં ચિંતાનો માહોલ છે. જેનું કારણ છે પરમાણું બોંબ. આ મામલે હાલ તો બે પ્રકારની આશંકા સેવવામાં આવી રહી છે. ૧) નોંધનીય છેકે પાકિસ્તાનના સામાજિક કાર્યર્ક્તા અહમદ અયૂબ મિર્ઝાનું કહેવું છેકે પાકિસ્તાનની આખરી ચાલ પરમાણું હથિયાર વેચવાની હશે. જેનાથી આર્થિક કટોકટીમાં પૈસા મેળવી શકાય. ૨)જો પાકિસ્તાનમાં અરાજક્તાનો માહોલ વકરે તો પરમાણું હથિયારો આતંકીઓના હાથમાં જવાની પણ સંભાવનાઓ સેવાઇ રહી છે. અને, આતંકવાદીઓના હાથમાં હથિયારો જવાથી ભારત, અમેરિકા અને બાકીના યુરોપિયન દેશો માટે જોખમ ઉભું થઇ શકે છે.

નોંધનીય છેકે આવા જ બધા જોખમોની આશંકાને પગલે ઇન્ટરનેશનલ એટમિક રિસર્ચ એજન્સીના પ્રમુખ રાફેલ મારિયાનો ગ્રોસી પાકિસ્તાન મુલાકાતે આવ્યા છે. તેમની સાથે આઇએઇએનું એક પ્રતિનિધીમંડળ પણ સામેલ છે. વર્ષ ૨૦૨૨માં અમેરિકાના રાષ્ટ્રપ્રમખ જો બાયડેન કહ્યું હતું કે પાકિસ્તાન દુનિયા માટે સૌથી ખતરનાક દેશ છે. કારણ કે પાકિસ્તાન પાસે નિયંત્રણ વગરના પરમાણું હથિયારો અને પરમાણું બોંબ છે.

અત્રે એ વાત કહેવી રહી કે હાલ પાકિસ્તાનની સ્થિતિને લઇને દુનિયાભરના તમામ દેશોએ પાક સાથે છેડો ફાડી નાખ્યો છે. પાકિસ્તાન પર જે કુલ વિદેશી ૠણ છે. તેમાંથી ૩૦ ટકા એકલા ચીનનું છે. ચીને પણ હવે કોઇપણ પ્રકારની મદદ કરવાનો પાકિસ્તાનને ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાનના બીજી હિતેચ્છુ આરબ દેશો પણ મદદ કરીને હવે થાકી ગયા છે.પાકિસ્તાન પાસે હાલ વિદેશી હુંડિયામણ માત્ર ૩ અબજ ડોલર.