- તાલિબાન ઈચ્છે છે કે ભારત તેમને ન્યુ કાબુલ સીટી બનાવવામાં મદદ કરે.
નવીદિલ્હી,
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ એવું લાગી રહ્યું હતું કે તેની અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો બનશે. જો કે હાલની પરિસ્થિતિ જોતા તાલિબાન પાકિસ્તાન પર કોઈ યાન નથી આપી રહ્યું ઉલટુ સરહદ વિવાદને અનુલક્ષીને બન્ને દેશો વચ્ચે તણાવ ઉભો થયો છે. ત્યારે ખરાબ અર્થતંત્ર અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને પણ યુદ્ધની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાનની વાત કરીએ તો તે પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ભારત તરફ જોઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, તાલિબાનના કબ્જા પછી પણ ભારતે અફઘાન લોકોને અનાજ મોકલીને મદદ કરી હતી.
હવે અફઘાનિસ્તાને પોતાની અર્થવ્યવ્સ્થા સુધારવા માટે એક વખત ફરીથી ભારતની મદદ માંગી છે. તેણે ભારતના ખાનગી ક્ષેત્રને રોકાણ કરવાનું કહ્યું છે જેથી કરીને તેમની આથક સ્થિતિ સુધરી શકે. ગત સપ્તાહે તાલિબાનના શહેરી વિકાસ મંત્રીએ ભારતની ટેક્નિકલ ટીમના હેડ ભારત કુમાર સાથે એક મીટીંગ યોજી હતી. તાલિબાન ઈચ્છે છે કે ભારત તેમને ન્યુ કાબુલ સીટી બનાવવામાં મદદ કરે.
તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાન કબ્જા બાદ પણ ભારતે પોતાના રાજદ્વારી સંબંધો બંધ કરી દીધા હતા. જો કે આ વર્ષે જૂનમાં ભારત દ્વારા એક ટેક્નિકલ ટીમ કાબુલ મોકલવામાં આવી છે. આ ટીમ વિકાસના કામો કરી રહી છે. છેલ્લા બે દાયકામાં ભારત અફઘાનિસ્તાનમાં આશરે ૩ બિલિયનનું રોકાણ કરી ચૂક્યું છે. ભારત મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરે છે. ભારતે જ અફઘાનિસ્તાનનું સંસદ ભવન બનાવ્યું છે. હેરાતમાં ફ્રેન્ડશીપ ડેમ બનાવવામાં આવ્યો છે. આ સિવાય હબીબા હાઈ સ્કૂલને બીજી વખત બનાવવામાં આવી છે.
ભારતે કાબુલમાં ઈન્દિરા ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલ બનાવી હતી. તાલિબાની કબ્જા બાદ ભારતે અફઘાનિસ્તાનમાં માનવીય સહાય પણ મોકલી હતી. હાલમાં અફઘાનિસ્તાન આથક સંકટનો સામનો કરી રહ્યું છે યુએન પ્રમાણે અફઘાનિસ્તાનમાં ખાદ્ય સંકટ વધતુ જાય છે. હજારો બાળકોને ભૂખ્યા સૂવું પડે છે.
પાકિસ્તાનની વાત કરીએ તો તાલિબાનના કબ્જા બાદ પાકિસ્તાની આઇએસઆઇ ચીફ ત્યાંની સરકાર સ્થાપવા માટે અફઘાનિસ્તાન ગયા હતા. જો કે તાલિબાન અને પાકિસ્તાનના સંબંધો વધુ સમય સુધી ટકી શક્યા નહીં. ડુરાંડ સરહદ પર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે. એવા અનેત વીડિયો સામે આવ્યા છે જેમાં બતાવાવમાં આવ્યું છે કે તાલિબાન લડવૈયાઓ આંતરરાષ્ટ્રીય સીમા પરથી પાકિસ્તાના તાર હટાવી રહ્યા છે. આ સિવાય તહરીક-એ- તાલિબાન પાકિસ્તાનને યુદ્ધવિરામ સ્વીકારવાનો ઈક્ધાર કરી દીધો હતો.