પાકિસ્તાન રેલવેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શાહિદ અઝીઝે કહ્યું કે, વિભાગ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. માત્ર પગાર અને ભથ્થાંની ચૂકવણી માટે 5 અબજ રૂપિયાની જરૂરિયાત છે. આ ઉપરાંત રલવે વિભાગને ટ્રેક અને રોલિંગ સ્ટોક માટે 8 થી 10 અબજ રૂપિયાની જરૂર છે. આ સિવાય દેવાને પહોંચી વળવા માટે પણ વધારાના ફંડની જરૂરિયાત છે.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે વધારે ખરાબ થઈ રહી છે. ભારતમાં રેલવે બીજા નંબરની સૌથી મોટી રોજગાર આપતી સંસ્થા છે, ત્યારે પાકિસ્તાન સરકાર પાસે રલેવે કર્મચારીઓના પગાર ચૂકવવા માટે રૂપિયા નથી. જો આપણે કર્મચારીઓની સંખ્યાની વાત કરીએ તો રેલવે વિભાગ પાકિસ્તાનમાં બીજા નંબરનો સૌથી મોટો ડિપાર્ટમેન્ટ છે. નવેમ્બર મહિનો શરૂ થયો છે, પરંતુ કર્મચારીઓને સપ્ટેમ્બર મહિનાનો પણ પગાર નથી મળ્યો.
પગાર મુદ્દે કર્મચારીઓએ ટ્રેનોનું સંચાલન બંધ કરીને હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે. જો 2 નવેમ્બર સુધીમાં પૂરો પગાર નહીં મળે તો કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. પાકિસ્તાનમાં રેલવે કર્મચારીઓએ તાજેતરમાં વિરોધ કર્યો હતો. તેનાથી આખા દેશમાં ટ્રેનોના સંચાલનમાં વિક્ષેપ પડ્યો હતો.
અહેવાલ મુજબ, પાકિસ્તાન રેલવેના ટ્રેન ડ્રાઇવર્સ એસોસિએશનના એક અધિકારીએ કહ્યું કે, સિનિયર અધિકારીઓએ સપ્ટેમ્બર મહિનાનો પગાર આપવા માટે છેલ્લી તારીખ 2 નવેમ્બર નક્કી કરી છે. જો 2 નવેમ્બર સુધીમાં પગારની ચૂકવણી કરવામાં નહીં આવે તો અમે હડતાળ પર ઉતરીશું. છેલ્લી તારીખ બાદ અમે હડતાળને મુલતવી રાખીશું નહીં.
પાકિસ્તાન રેલવેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શાહિદ અઝીઝે કહ્યું કે, વિભાગ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. રેલવે દ્વારા સરકાર સમક્ષ 35 અબજ રૂપિયાના બેલઆઉટ પેકેજની માંગણી કરી છે. તેમણે આગળ જણાવ્યું કે, માત્ર પગાર અને ભથ્થાંની ચૂકવણી માટે 5 અબજ રૂપિયાની જરૂરિયાત છે. આ ઉપરાંત રલવે વિભાગને ટ્રેક અને રોલિંગ સ્ટોક માટે 8 થી 10 અબજ રૂપિયાની જરૂર છે. આ સિવાય દેવાને પહોંચી વળવા માટે પણ વધારાના ફંડની જરૂરિયાત છે.
પાકિસ્તાનની 600 થી વધારે ફ્લાઇટ્સ રદ કરવાથી ઇન્ટરનેશનલ એરલાઇન્સની આવકમાં 70% નો ઘટાડો થયો છે. જિયો ન્યૂઝ અનુસાર, પાકિસ્તાનની સરકારી એરલાઇનની આવકમાં અંદાજે 60 થી 70 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એરલાઈન્સ પાસે ફ્યુલ માટેના પણ રૂપિયા નથી રહ્યા, તેથી અનેક ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી.