- પાકિસ્તાનમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉત્તેજના વધી છે.
નવાઝ શરીફ-બિલાવલ ભુટ્ટો: પાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરીએ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. સામાન્ય ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. ઈમરાન ખાન વિરુદ્ધ ગઠબંધન કરીને શાહબાઝ શરીફની સરકાર બનાવવામાં આવી હતી. આ સરકારમાં બિલાવલ ભુટ્ટો પીપીપી એટલે કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાંથી વિદેશ મંત્રી બન્યા. શાહબાઝ શરીફ પીએમએલ-એનમાંથી વડાપ્રધાન બન્યા. હવે ચૂંટણી નજીક આવતાં મહાગઠબંધનની એક્તામાં તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જે પક્ષોએ એકજૂથ થઈને ઈમરાન ખાન વિરુદ્ધ ગઠબંધન કર્યું હતું, તેઓ હવે પોતપોતાના વડાપ્રધાન પદના ઉમેદવારો ઉભા કરી રહ્યા છે. જ્યારે નવાઝ શરીફ પીએમએલ-એન તરફથી પીએમ પદના ઉમેદવાર છે, તો પીપીપીએ બેનઝીર ભુટ્ટોના પુત્ર અને પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને પીએમ પદના ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે.
પીપીપીની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટી (સીઈસી) એ સામાન્ય ચૂંટણીઓ માટે પાર્ટીના અભિયાનની વિગતવાર ચર્ચા કરી. એક રિપોર્ટ અનુસાર, બેઠક દરમિયાન પાર્ટીના મેનિફેસ્ટો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મહિલા સશક્તિકરણ, યુવા, આરોગ્ય અને શિક્ષણ, રોજગારને પ્રાથમિક્તા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પીપીપીના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મીટિંગની તસવીરો સાથેની એક પોસ્ટ બહાર પાડવામાં આવી હતી. આ તસવીરોમાં સીઈસી સભ્યોએ પાર્ટી પ્રમુખ આસિફ અલી ઝરદારી અને પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે બિલાવલ ભુટ્ટો ઝરદારી લાહોર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં તેમનો મુકાબલો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા શાઈસ્તા પરવેઝ મલિક અને પીટીઆઇ સમર્થિત ઉમેદવાર સાથે થશે.
બીજી તરફ જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સૌથી મોટો ફટકો પડ્યો છે. તે ૮ ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. જો કે જેલમાં રહીને ઈમરાન ખાને બે બેઠકો પરથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ રિટર્નિંગ ઓફિસરે તેમના બંને નામાંકન નામંજૂર કર્યા છે. તેનાથી ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ ઉપરાંત તેમનું ફરીથી પાકિસ્તાનના પીએમ બનવાનું સપનું ચકનાચૂર થતું જોવા મળી રહ્યું છે. જો કે ઈમરાન ખાને ચૂંટણી અધિકારીના આ નિર્ણયને લાહોર હાઈકોર્ટમાં પડકાર્યો છે.
ઈમરાને ૮ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી પહેલા પંજાબની બે નેશનલ એસેમ્બલી સીટો માટે તેમના નામાંકન પત્રોને નકારવાને ખોટું ગણાવ્યું છે. તેણે રિટર્નિંગ ઓફિસરના આ નિર્ણયને બુધવારે લાહોર હાઈકોર્ટના ટ્રિબ્યુનલમાં પડકાર્યો છે. લાહોરના રિટર્નિંગ ઓફિસર (આરઓ) એ શનિવારે પંજાબના લાહોર અને મિયાંવાલી જિલ્લાની બે નેશનલ એસેમ્બલી (સંસદ) બેઠકો માટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સુપ્રીમોના નામાંકન પત્રોને નૈતિક ધોરણે અને તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ફગાવી દીધા હતા. જવાના આધાર પર અસ્વીકાર કર્યો.