પાકિસ્તાન એરફોર્સનું વધુ એક ફાઈટર જેટ દુર્ઘટનાનો શિકાર બન્યું છે. પાકિસ્તાને ફરી એકવાર આ ફાઈટર જેટના ક્રેશના સમાચાર મીડિયાથી છુપાવ્યા. પાકિસ્તાન એરફોર્સે પણ હજુ સુધી આ દુર્ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર બધાની સામે આવી ગયું. જો કે પાકિસ્તાની મીડિયામાં હજુ સુધી આ ક્રેશના કોઈ સમાચાર નથી. આ વખતે પાકિસ્તાન દ્વારા ચીનના સહયોગથી બનાવવામાં આવેલ પાકિસ્તાન એરફોર્સનું ત્નહ્લ-૧૭ થંડર ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. આ પહેલા ૨૧ મેના રોજ પાકિસ્તાન એરફોર્સનું મિરાજ ૫ રોઝ-૩ ફાઈટર ઝાંંગ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
આઉટ સોર્સ ઈન્ટેલિજન્સ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ દુર્ઘટના ૫ જૂને પાકિસ્તાની સમય અનુસાર સવારે ૯.૪૦ વાગ્યે થઈ હતી. પાકિસ્તાન એરફોર્સનું જેએફ-૧૭ થંડર સવારે રફીકી એરબેઝથી સૉર્ટી માટે રવાના થયું હતું. પરંતુ ટેકનિકલ ખામીને કારણે, તે ૧૮ હજારી ઝંગ, જિલ્લા ઝાંંગના માચી વાલા શહેરમાં ક્રેશ થયું હતું. આ ફાઇટર જેટ પીએએફની ૧૪ સ્ક્વોડ્રનનું હતું, જેને ટેલ ??ચોપર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ક્વોડ્રન પાકિસ્તાની વાયુસેનાના સેન્ટ્રલ એર કમાન્ડનો ભાગ છે અને આ કમાન્ડ તેના શ્રેષ્ઠ હવાઈ મિશન માટે જાણીતી છે. જોકે, આ અકસ્માતમાં પાયલોટનો જીવ બચી ગયો હતો અને તે સમયસર જેટમાંથી બહાર નીકળી ગયો હતો. જેએફ-૧૭ થન્ડર માટે સીટ બનાવનારી કંપની માટન બેકરે હજુ સુધી આ દુર્ઘટના અંગે કંઈ કહ્યું નથી.
પાકિસ્તાન એરફોર્સની નંબર ૧૪ સ્ક્વોડ્રન નવેમ્બર ૨૦૨૨ થી રફીકી એરબેઝ પર તૈનાત છે. આ જ સ્ક્વોડ્રન પાસે જેએફ-૧૭ થંડર મલ્ટીરોલ ફાઇટર જેટ પણ છે. જેએફ-૧૭ થંડર ફાઇટર જેટ્સ પાકિસ્તાન એરોનોટિકલ કોમ્પ્લેક્સ અને ચીનના ચેંગડુ એરક્રાટ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે વિક્સાવવામાં આવ્યા છે, અને તે હવા-થી-હવા અને હવા-થી-જમીન જોડાણ કરી શકે છે. પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ વ્યૂહરચનામાં જેએફ ૧૭ના મહત્વને જોતાં, પાકિસ્તાન એરફોર્સ આ વિમાન સાથે સંકળાયેલી કોઈપણ ઘટનાની જાણ કરવા માટે ખાસ કરીને સંવેદનશીલ છે.
આ પહેલા ૨૧ મેના રોજ, પાકિસ્તાન એરફોર્સનું મિરાજ ૫ રોઝ-૩ ફાઈટર જેટ પંજાબના શોરકોટ રફીકી એરબેઝથી લગભગ ૧૨ કિમી દૂર શોરકોટ તહસીલના ઝાંંગ નજીક ચક નંબર ૪૧૨ માં જેબી ચિમિયા વાળી પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પાકિસ્તાન એરફોર્સે આ દુર્ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. મિરાજ ૫ રોઝ-૩ ફાઇટર જેટ જુનૈદ નામના પાઇલટ દ્વારા ઉડાડવામાં આવી રહ્યું હતું, જે પાકિસ્તાન એરફોર્સની ૨૭ સ્ક્વોડ્રન ઝરાર સાથે જોડાયેલ હતું. પાકિસ્તાન એરફોર્સની આ સ્ક્વોડ્રન રફીકી એર બેઝથી મિરાજ ૫ સોર્ટીઝ ચલાવે છે. ખાસ વાત એ હતી કે મિરાજ ૫માં માટન-બેકર પીઆરએમ૬ સીટ લગાવવામાં આવી હતી, તેણે ૨૮ મેના રોજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અકસ્માત વિશે ખુલાસો કર્યો હતો.તે જ સમયે, જેએફ-૧૭ થંડર ક્રેશ થવાની આ પાંચમી ઘટના છે. અગાઉ, તાલીમ મિશન દરમિયાન એટોક નજીક ત્નહ્લ-૧૭ થંડર ક્રેશ થવાના સમાચાર ૦૬ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ જાહેર થયા હતા. આ અકસ્માતમાં ટ્વિન સીટર જેએફ ૧૭બી થંડર ક્રેશ થયું હતું.