પાકિસ્તાનમાં આર્થિક સંકટનો સામનો કરવા માટે સરકારી કંપનીઓને વેચવાની કવાયત ચાલી રહી છે. ચીને ઘણી કંપનીઓ ખરીદવાની તૈયારી બતાવી છે. ખાસ કરીને બે ગેસ કંપનીઓ સુઇ નોર્ધન અને સુઇ સધર્ન જે ગેસથી સમૃદ્ધ બલુચિસ્તાન પ્રાંતમાં ગેસના સંશોધનમાં સામેલ થશે. સૂત્રોનું કહેવું છે કે ચીન આ બંને ગેસ કંપનીઓ અને પાવર કંપનીઓને અન્ય ખાનગી કંપનીઓ પાસે જવા દેવાનું પસંદ કરશે નહીં.
નવ સરકારી વીજ કંપનીઓને ગયા વર્ષે 170 અબજ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન થયું હતું. એ જ રીતે બે ગેસ કંપનીઓને 68,853 કરોડ પાક રૂપિયા આપવામાં આવ્યા હતા. (2.4 અજબ ડોલર)નું નુકસાન થયું છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ખોટ કરી રહેલાં સરકારી એકમોનું ખાનગીકરણ યોગ્ય પગલું છે. નોંધનીય છે કે ચીન કંગાળ પાકિસ્તાનને વધુ એક વખત પોતાની જાળમાં ફસાવવાનો કારસો રચી રહ્યું છે. નિષ્ણાંતો મુજબ પાકિસ્તાનમાં દેવું સતત વધી રહ્યું છે, એકમોનું ખાનગીકરણ પગલું યોગ્ય છે.
છેલ્લા કેટલાક સમયથી ચીનના પ્રોજેક્ટ્સ અને તેમાં કામ કરતા ચીનીઓ પર હુમલા વધી રહ્યા છે. ચીનની મહત્ત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ યોજના હેઠળ બનતા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ચીન આ પ્રોજેક્ટ પર 60 અબજ ડોલરનું રોકાણ કરી રહ્યું છે. ખાસ કરીને ગ્વાદર પોર્ટમાં ચીનની ગતિવિધિઓ સ્થાનિક લોકોના નિશાના પર છે. ચીનની ડીપ ફિશિંગનો વિરોધ કરીને તેઓ સુરક્ષા ચેક પોઈન્ટ ઘટાડવાની માંગ કરી રહ્યા છે. ચીની નાગરિકો અને સંપત્તિ પરના આ હુમલાને કારણે બંને દેશોમાં તણાવ પણ સર્જાયો છે.
ગેસ અને પાવર કંપનીઓ ઉપરાંત ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સરકારી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું પણ ખાનગીકરણ થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. સરકારને અબજોની આવક થવાની ધારણા છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું દેવું અને નુકસાન તેની સંપત્તિ કરતાં વધી ગયું છે. કુલ દેવું પાકિસ્તાની રૂપિયા મુજબ 75 હજાર કરોડ છે.
સરકાર સંચાલિત પાકિસ્તાન સ્ટીલ મિલ્સને રૂ. 20,600 કરોડની ખોટ થઈ છે. જૂન 2015થી બંધ હાલતમાં છે. પરંતુ 2021-22માં ટેક્સ ચૂકવ્યા બાદ 745 કરોડ પાકિસ્તાની રૂપિયાનો ફાયદો થયો છે. વિશ્લેષકને લાગે છે કે મિલનું ખાનગીકરણ કદાચ ન થાય. જો આમ થશે તો પણ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ જ તેને ખરીદશે. તેની આવી મિલકતો પર નજર છે.
જુલાઈ 2021માં ફિદાયીન હુમલામાં બસને ઉડાવી દેવામાં આવી હતી જેમાં 9 ચીની એન્જિનિયરો માર્યા ગયા હતા. હુમલા બાદ ચીની એન્જિનિયરોની સુરક્ષા માટે એકે 47 રાઇફલ્સથી સજ્જ સુરક્ષા જવાનોને તહેનાત કર્યા હતા.
પાકિસ્તાને વોશિંગ્ટનમાં પૂર્વ દૂતાવાસની ઇમારતને પાકિસ્તાની બિઝનેસમેન હાફિઝ ખાનને (71 મિલિયન ડોલર) 203 કરોડ રૂપિયા વેચી છે. આ ઈમારત 2003થી ખાલી પડી હતી. અગાઉ, સરકારે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની મિલકત, અમેરિકામાં રુઝવેલ્ટ હોટેલ, ન્યુયોર્ક સિટી એડમિનિસ્ટ્રેશનને રૂ. 6311 કરોડમાં ભાડે આપી હતી.