આ મહિનાની શરૂઆતમાં, ઈસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના કેસમાં સજાને સ્થગિત કરવાની માગ કરતી ઈમરાનની અરજી પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારે હવે એવી ચર્ચાઓ છે કે ઇમરાન ખાન જેલ માંથી ચૂંટણી લડશે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ બુધવારે જણાવ્યું હતું કે અદિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન આગામી સામાન્ય ચૂંટણી ત્રણ બેઠકો પરથી લડશે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડશે. આ માહિતી ખુદ ઈમરાન ખાનના વકીલે આપી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ બુધવારે જણાવ્યું હતું કે અદિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન આગામી સામાન્ય ચૂંટણી ત્રણ બેઠકો પરથી લડશે.
ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે 5 ઓગસ્ટના રોજ ઈમરાનને ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન (ECP) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ નિર્ણયનો અર્થ એ થયો કે તેમને પાંચ વર્ષ માટે સામાન્ય ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
જો કે, તે જ મહિનામાં, ઇસ્લામાબાદ હાઇકોર્ટ (IHC) એ ઇમરાનની ત્રણ વર્ષની સજાને સ્થગિત કરી હતી પરંતુ તે હજુ પણ અન્ય કેસોમાં જેલમાં છે. આ મહિનાની શરૂઆતમાં, ઈસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના ગિફ્ટ કેસમાં તેની સજાને સ્થગિત કરવાની માંગ કરતી ઈમરાનની અરજી પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ઈમરાન ખાનના વકીલ અલી ઝફરે અદિયાલા જેલની બહાર મીડિયાને કહ્યું, “ઈમરાન ખાન જણાવવા માંગે છે કે તેઓ પાકિસ્તાનના ઓછામાં ઓછા ત્રણ મતક્ષેત્રોમાંથી ચૂંટણી લડશે.” ‘ડોન’ અખબારના અહેવાલ મુજબ, ઝફરે કહ્યું. ઈસ્લામાબાદ હાઈકોર્ટે કહ્યું. તોષાખાના કેસમાં તેની સજાને પડકારતી ખાનની અરજી પર ટૂંક સમયમાં તેનો ચુકાદો આપી શકે છે. “અમે આશા રાખીએ છીએ કે (ચૂંટણી) શેડ્યૂલ જાહેર થતાં જ ચુકાદો જાહેર કરવામાં આવશે,”
બેરિસ્ટર ઝફરે કહ્યું કે તમામ પીટીઆઈ કાર્યકરોને તેમના ઉમેદવારી પત્રો ભરવાની સૂચના આપવામાં આવી છે કારણ કે દેશ ચૂંટણી મોડમાં પ્રવેશી ગયો છે. “જ્યાં સુધી પીટીઆઇ ઉમેદવારોનો સંબંધ છે, અમારા જેલમાં બંધ કાર્યકરો, જેમણે આ મુશ્કેલ સમયમાં પાર્ટી માટે બલિદાન આપ્યું છે, તેમને પ્રાથમિક્તાના આધારે ૧૦૦ ટકા ટિકિટ ફાળવવામાં આવશે,” તેમણે કહ્યું. બેરિસ્ટર ઝફરે જણાવ્યું હતું કે, “બાકીના ઉમેદવારોને પણ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે અને તેમના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.”
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા કેપ્ટન (નિવૃત્ત) સફદરે દાવો કર્યો છે કે પાર્ટીના સુપ્રીમો નવાઝ શરીફ માનસેરાના દ્ગછ ૧૫થી આગામી ચૂંટણી લડશે. બુધવારે મીડિયા સાથે વાત કરતા,પીએમએસ એનના મુખ્ય આયોજક મરિયમ નવાઝના પતિ સફદરે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન નેશનલ એસેમ્બલી સીટ “એનએ ૧૫ માનસેહરા-કમ-તોરઘર” માટે તેમના ઉમેદવારી પત્રો સબમિટ કરશે.