પાકિસ્તાનને ફરી એકવાર શરમનો સામનો કરવો પડ્યો

યુએઇ,આતંકવાદ, આર્થિક સંકટ, મોંઘવારી અને રાજનૈતિક અવ્યવસ્થાના કારણે સમગ્ર વિશ્ર્વની સામે અવારનવાર શરમનો સામનો કરનાર પાકિસ્તાનને ફરી એકવાર શરમનો સામનો કરવો પડ્યો છે. ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન, આ વખતે રશિયા સામે મુશ્કેલીમાં મુકાઈ ગયુ હતુ, જ્યારે રશિયાના વિદેશ મંત્રીએ, પાકિસ્તાનના નાયબ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારને સવાલ પૂછ્યો હતો કે તેમની ટીમ ક્યાં છે?

આ સમગ્ર મામલો ગત ૧૩ એપ્રિલ ૨૦૨૩નો છે. જો કે તેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં અફઘાનિસ્તાનના પડોશી દેશોની ચોથી બેઠક દરમિયાન રશિયા અને પાકિસ્તાનની મુલાકાત થઈ હતી. પાકિસ્તાનના વિદેશ રાજ્ય પ્રધાન હિના રબ્બાની ખાર, અધિકારીઓની ટીમ વિના તેમના સમકક્ષ સેર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરવા ગયા હતા. જ્યારે બંને ટેબલ પર સામસામે બેઠા હતા, ત્યારે તેમને રશિયન તરફથી પૂછવામાં આવ્યું  તમારી બાકીની ટીમ ક્યાં છે?

વાસ્તવમાં જ્યારે આ સવાલ રશિયાના વિદેશ મંત્રીએ ઉઠાવ્યો ત્યારે ખાર બીજા છેડે અન્ય વ્યક્તિ સાથે બેઠા હતા. પ્રશ્ર્ન પછી, તેણે સ્મિત સાથે જવાબ આપ્યો, “અમારી પાસે એક નાની ટીમ છે. અન્યો પછી આવશે. અમે એક નાની ટીમ સાથે મુસાફરી કરી રહ્યા છીએ, જ્યારે અમારી પાસે એક નાનું દૂતાવાસ પણ છે.” એટલું જ નહીં, આ પછી તેણે એમ પણ કહ્યું- અમે રશિયા જેવી મોટી શક્તિ નથી. અમે મિત્રો છીએ અને મિત્રો કદની કાળજી લેતા નથી. અમે નમ્ર રહીએ છીએ.

જો કે, આ બેઠકના એક દિવસ પછી, સંયુક્ત આરબ અમીરાત એ નાણાકીય સંકટથી ઘેરાયેલા પાકિસ્તાનને એક અબજ ડોલરના ધિરાણને મંજૂરી આપી હતી. આ માહિતી આપતા પાકિસ્તાનના નાણા મંત્રી ઈસાક ડારે કહ્યું હતુ કે, નાણામંત્રીએ ટ્વિટર પર લખ્યું, “યુએઈના અધિકારીઓએ આઈએમએફને જાણ કરી છે કે તેઓ પાકિસ્તાનને એક અબજ ડોલરની દ્વિપક્ષીય સહાય આપવા જઈ રહ્યા છે.” આવી સ્થિતિમાં પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી રાહત પેકેજનો હપ્તો મળવાની શક્યતા વધી ગઈ છે. પાકિસ્તાન આઇએમએફ પાસેથી ૧.૧ અબજ ડોલરની નાણાકીય સહાયની રાહ જોઈ રહ્યું છે. આ હપ્તો વર્ષ ૨૦૧૯માં પાકિસ્તાન માટે મોનેટરી ફંડ દ્વારા મંજૂર કરાયેલા ૬.૫ બિલિયનના રાહત પેકેજનો એક ભાગ છે.