ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી છે. ઈમરાન ખાન વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. જેમાં ઈમરાન ખાન ઉપરાંત અસદ ઉમર, ફવાદ ચૌધરી સામે પણ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના ચૂંટણી પંચની ચાર સભ્યોની બેંચ દ્વારા આ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
ઈમરાન ખાનની ધરપકડને લઈને વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ કેસમાં સુનાવણી દરમિયાન નિસાર દુરાનીની અયક્ષતાવાળી ચાર સભ્યોની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો હતો. હવે આ કેસની સુનાવણી ૧૭ જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે. ચૂંટણી પંચે ગયા વર્ષે પીટીઆઈના ટોચના નેતાઓને માનહાનિની ??નોટિસ પાઠવી હતી.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ઓગસ્ટ ૨૦૨૨માં ઈસ્લામાબાદમાં એક રેલી દરમિયાન મહિલા જજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ સાથે ઈમરાન ખાને રેલી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ચૂંટણી પંચ અને રાજકીય વિરોધીઓ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તેમજ ઈમરાને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ઝેબા ચૌધરી વિરુદ્ધ પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારે પીટીઆઈના નેતાઓએ આ કેસમાં મુક્તિ આપવા માટે કમિશનને વિનંતી કરી હતી પરંતુ કમિશને તેમની અપીલ ફગાવી દીધી હતી. પંચે તમામ નેતાઓને ૧૭ જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ પહેલા પંચે પોતાનો નિર્ણય ૩ જાન્યુઆરી સુધી અનામત રાખ્યો હતો.
પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીએ ચૂંટણી પંચના નિર્ણય સામે હાઈકોર્ટ જવાની વાત કરી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘અમે નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં જઈશું અને કમિશન સામે માનહાનિનો કેસ દાખલ કરીશું. ધરપકડ વોરંટ જાહેર કરવાનો ચૂંટણી પંચનો આ નિર્ણય હાઈકોર્ટના નિર્ણયની અવમાનના છે. આ કેસની સુનાવણી ૧૭ જાન્યુઆરીએ થવાની હતી, પરંતુ આજે જ નિર્ણય આવી ગયો, જે નિયમોનું ઉલ્લંઘન છે.
ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં રેલી દરમિયાન શહબાઝ શરીફ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ રેલીમાં પોલીસ સાથે દાદાગીરી કરી કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. તે જ સમયે, ઈમરાન ખાને મહિલા જજને પણ ધમકી આપી હતી જેના ગંભીર પરિણામો ઈમરાન ખાનને ભોગવવા પડશે. જેમાં ઈમરાન ખાન ઉપરાંત અસદ ઉમર, ફવાદ ચૌધરી સામે પણ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના ચૂંટણી પંચની ચાર સભ્યોની બેંચ દ્વારા આ વોરંટ જારી કરવામાં આવ્યું છે.