પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર એક વધુ જીવલેણ હુમલાની આશંકા : જજ

  • પૂર્વ વડાપ્રધાન પર હુમલાની આશંકાને યાનમાં લેવી સરકારની જવાબદારી છે.

ઇસ્લામાબાદ,

ઇસ્લામાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની હત્યાનો એક વધુ પ્રયાસ થાય તેવી સંભાવના છે.અદાલતે ભાર આપતા કહ્યુ કે પૂર્વ વડાપ્રધાન પર હુમલાની આશંકાને યાનમાં લેવી સરકારની જવાબદારી છે.મુખ્ય ન્યાયાધીશ આમિર ફારૂકની આ ટીપ્પણી ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇસાફ દ્વારા આયોજીત પ્રદર્શનના કારણે માર્ગ અવરોધ કરવાના સંબંધમાં વ્યાપારીઓ દ્વારા દાખલ એક અરજીને યાનમાં આવી છે.

ડોન અખબારના અહેવાલો અનુસાર ન્યાયાધીશે અદાલતમાં સોંપવામાં આવેલ એક ગુપ્ત રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે ખાન પર એક વધુ જીવલેણ હુમલો થવાની સંભાવના છે તેમણે કહ્યું કે આ સરકારની જવાબદારી છે અને સરકારને આ વિષય પર વિચાર કરવાનો છે.

ન્યાયમૂત ફારૂકે કહ્યું કે ખાનની પાર્ટીએ ઇસ્લામાબાદ પ્રશાસનને એક નવી અરજી આપી પોતાની માર્ચ માટે મંજુરી માંગવી જોઇએ તેમણે કહ્યું કે જો મુદ્દાનું સમાધાન ન થાય તો એક નવી અરજી દાખલ કરી શકાય છે.તેમણે કહ્યું કે ધરણા માટે જગ્યાની ફાળવણી કરવી અદાલતની જવાબદારી નથી તેમણે કહ્યું આ પ્રશાસનનો વિવેકાધિકાર છે કે તે ડી ચોક કે એફ ૯ પાર્ક ફાળવવા ઇચ્છે છે. ન્યાયાધીશે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ આજ કહ્યું હતું.

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે ખાનના વિરોધ માર્ચને રોકવાની વિનંતી કરનારી એક અરજી રદ કરતા કહ્યું કે આ એક રાજનીતિક મુદ્દો છે અને તેનું રાજનીતિક રીતે સમાધાન થવું જોઇએ મુખ્ય ન્યાયાધીશ ફારૂકે કહ્યું કે પ્રદર્શન કરવાનો દરેક રાજનીતિક અને બિન રાજનીતિક પક્ષનો લોકતાંત્રિક અધિકારી છે પરંતુ સામાન્ય નાગરિકોના અધિકારીોને યથાવત રાખવી પણ જરૂરી છે.તેમણે કહ્યું કે ત્યાં સુધી કે બ્રિટેનમાં લોકો ૧૦ ડાઉનિગ સ્ટ્રીટ પર જમા થાય છે તે પ્રદર્શન કરે છે પરંતુ માર્ગ અવરોધતા નથી એ યાદ રહે કે આ સ્થાન બ્રિટેનના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસ છે ન્યાયમૂત ફારૂકે ખાનની પાર્ટીના વકીલને કહ્યું કે જયારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે માર્ચને રોકી શકે નહીં ત્યારે આપે જીટી રોડ અને અન્ય માર્ગોને અવરોધી દીધા.હવે આ મામલાની સુનાવણી ૨૨ નવેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.એ યાદ રહે કે ખાન (ઉ.વ.૭૦)ના કાફલા પર ત્રણ નવેમ્બરે વજીરાબાદમાં એક માર્ચ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.પૂર્વ વડાપ્રધાન આ હુમલામાં પગમાં ગોળી વાગતા ઘાયલ થયા હતાં.

ક્રિકેટરમાંથી નેતા બનેલ ખાન દેશમાં સામાન્ય ચુંટણી કરાવવાની માંગ કરી રહ્યાં છે તેમની માર્ચના નવેમ્બરના અંતિમ અઠવાડીયામાં ઇસ્લામાબાદ પહોંચવાની આશા છે.ખાને જાહેરાત કરી છે કે તે રાવલપીડીમાં માર્ચમાં સામેલ થશે.