
ઇસ્લામાબાદ, ૨૯ જુનના દિવસે સમગ્ર દુનિયામાં ઈદ ઉલ અઝહા (બકરી ઈદ)ના તહેવારની ઉજવણી કરાઈ હતી, આ દિવસમાં મુસ્લિમો પોતપોતાના ગજા અનુસાર કુર્બાની આપતાં હોય છે જેમાં તેઓ પશુઓની બલિ ચઢાવતા હોય છે. જાણીતા ક્રિકેટરોમા પણ તેમાં બાકાત નથી. પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પણ ઈદની કુર્બાની આપી હતી.
શાહિદ આફ્રિકી પોતાના બગીચામાં એક આખલાને દોરડાથી પકડીને લઈ જતો જોવા મળ્યો હતો, આ આખલાની કિંમત ૪ કરોડની આસપાસ છે, આખલો ખરીદીને તેણે ગરીબોને દાન કરી દીધો હતો જે લોકોએ તેની કુર્બાની કરી હતી.
આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. શાહિદ આફ્રિદીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચાહકોને અભિનંદન પાઠવ્યા છે. જોકે લોકોને તેનું આવું કામ પસંદ પડ્યું નથી. ઘણા લોકોએ તેની ટીકા કરી હતી.
ભારતીય બોલર મોહમ્મદ શમીએ પણ ઈદની શુભકામના પાઠવી હતી આ પ્રસંગે તેણે તેની નાની દીકરીને યાદ કરી હતી અને પોતાને ખોટ સાલતી હોવાનું જણાવ્યું હતું.