હાલના દિવસોમાં પાકિસ્તાન અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેણે ઘણા દેશો અને IMF પાસેથી લોનની માંગણી કરી છે, પરંતુ તેને નિરાશા સાંપડી છે. દરમ્યાન શાહબાઝ અને પાકિસ્તાનના મંત્રી વચ્ચેની ગુપ્ત વાતચીત લીક થઈ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખાર વચ્ચે અમેરિકા સાથેના સંબંધોને લઈને મહત્વપૂર્ણ ચર્ચાનો રેકોર્ડ લીક થયો છે, જેમાં ચીન સાથેના સંબંધો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
હિના રબ્બાની ખારનો આ સિક્રેટ મેમો ‘પાકિસ્તાન પાસે મુશ્કેલ પસંદગી’ શીર્ષક સાથે છે, જેમાં હિના રબ્બાનીએ પાકિસ્તાનના નેતૃત્વને પશ્ર્ચિમને ખુશ કરવાના પ્રયાસો સામે ચેતવણી આપી છે. કે પાકિસ્તાને અમેરિકા જેવા દેશોને ખુશ કરવાનું ટાળવું જોઈએ. ઉપરાંત, હિના રબ્બાની ખારે તેના ગુપ્ત મેમોમાં પાકિસ્તાની નેતૃત્વને ચેતવણી આપતા કહ્યું છે કે જો પાકિસ્તાન યુએસ સાથેના તેના સંબંધો બચાવવાનો પ્રયાસ કરશે, તો તેણે આખરે ચીન સાથેના તેના સંબંધો છોડવા પડશે, જેની સાથે વાસ્તવિક વ્યૂહાત્મક ભાગીદારીના સંબંધ છે”.
પાકિસ્તાનના મોટા નેતાઓના ઓડિયો લીક અગાઉ પણ થયા છે, પરંતુ હિના રબ્બાની ખારનો ઈન્ટેલિજન્સ મેમો કેવી રીતે લીક થયો અને તે અમેરિકા કેવી રીતે પહોંચ્યો, તેની માહિતી હજુ સુધી મળી નથી. પરંતુ હવે પાકિસ્તાનમાં સવાલો ઉઠી રહ્યા છે કે પાકિસ્તાની શાસનની અંદર અમેરિકાના મૂળ કેટલા ઊંડા છે કે તે સરળતાથી પાકિસ્તાનની અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મેળવી શકે છે.
લીક થયેલા દસ્તાવેજોમાં નામ આપવામાં આવેલા પાકિસ્તાની અધિકારીઓ તેમજ અન્ય દેશોના અધિકારીઓએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ વાર્તા એવા સમયે આવી છે જ્યારે વોશિંગ્ટન પહેલાથી જ પુષ્ટિ કરી ચૂક્યું છે કે તેને મોસ્કોથી તેલ આયાત કરવાના પાકિસ્તાનના નિર્ણય સામે કોઈ વાંધો નથી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલે સાપ્તાહિક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે દરેક દેશ તેના ઉર્જા પુરવઠા અંગે પોતાના સાર્વભૌમ નિર્ણયો લેશે.