પાક.ના ડોકટરોની નાપાક હરક્ત: લઘુમતી હિન્દુ યુવતી પર સામુહિક દુષ્કર્મ

અહીની એક હોસ્પિટલમાં ડોકટરોની નાપાક હરકત બહાર આવી છે. અહીં લઘુમતીની હિન્દુ યુવતીને નશાકારક દવા પીવડાવીને ડોકટરોએ યુવતી પર સામુહિક દુષ્કર્મ ગુજારાતા તેની હાલત નાજુક બની છે. આરોપી ડોકટરો અને અન્ય સ્ટાફ ફરાર છે.

અહેવાલો મુજબ સિંધ પ્રાંતના ટંડો મુહમ્મદ ખાન સિટી ખાતે ઈંડસ હોસ્પિટલમાં કિડની વોર્ડમાં આવેલી યુવતીનો આરોપ છે કે આરોપી ડોકટરોએ તેને નશાની દવા આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના પરિવાર આ મામલે ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ કાર્યવાહી શરુ કરવા વિવશ બનવું પડયું છે.

સામુહિક દુષ્કર્મની ઘટના બાદ પીડિતાના પરિવારોએ દેખાવો કર્યા હતા. તેમનું કહેવું હતું કે લઘુમતી હિન્દુ સમુદાયની વહુ-દીકરીઓ હોસ્પિટલમાં પણ સલામત નથી. સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલ મહિલાનું સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.