પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પર મોટા આંતકી હુમલામાં ૧૫ લોકોના મૃત્યુ, ૯ આતંકવાદીઓ ઠાર

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં ૧૫ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે . આ હુમલો પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાનમાં થયો હતો. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત તેમજ ઈરાનના પડોશી સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બે દાયકાથી વધુ સમયથી બલૂચ રાષ્ટ્રવાદીઓ દ્વારા બળવો ચાલુ છે. પાકિસ્તાની સેનાની ઇન્ટર સવસીસ પબ્લિક રિલેશન એજન્સીએ જણાવ્યું કે આતંકવાદીઓએ બલૂચિસ્તાનના દક્ષિણ-પશ્ર્ચિમ પ્રાંતમાં માચ અને કોલપુર સંકુલ પર હુમલો થતા આસપાસના વિસ્તારમાં તરત જ સુરક્ષા દળો તૈનાત કર્યા છે. મુખ્ય બલૂચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી હતી. આ જૂથનો ઉદ્દેશ્ય ખનિજ સમૃદ્ધ બલુચિસ્તાન માટે સ્વતંત્રતા હાંસલ કરવાનો છે, જે વિસ્તારની દૃષ્ટિએ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે પરંતુ વસ્તીની દૃષ્ટિએ સૌથી નાનો છે. બલૂચિસ્તાનના લોકો અલગ દેશની માંગ કરી રહ્યા છે જેનો સ્વીકાર ના થતા આ પ્રદેશ અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વયો છે.

બલૂચિસ્તાનમાં બે મુખ્ય જાતિઓ છે  મારી અને બુગતી. આ બંને BLA પર પ્રભુત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે ઘણા વિસ્તારોમાં તેમનો ડર એટલો વધારે છે કે પાકિસ્તાની સેના જમીન પર ઉતરવાની હિંમત નથી કરતી, તેથી માત્ર હવાઈ હુમલા કરે છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે BLA લડવૈયાઓએ રશિયાની ભૂતપૂર્વ ગુપ્તચર સંસ્થા BLA પાસેથી તાલીમ લીધી છે.

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનને આતંકવાદની ફેક્ટરી માનવામાં આવે છે. પરંતુ હવે આ જ આતંકવાદીઓ તેમના માટે માથાનો દુખાવો બની ગયા છે. પાકિસ્તાન આ આતંકવાદીઓથી ઘેરાયેલું છે જેને તેણે પોષ્યું છે. ઇન્ટર સવસીસ પબ્લિક રિલેશન્સ દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ૨૯ અને ૩૦ જાન્યુઆરીની રાત્રે બલૂચિસ્તાનના માચ અને કોલપુર કોમ્પ્લેક્સ પર આત્મઘાતી બોમ્બર સહિત અનેક આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલાનો એજન્સીઓ દ્વારા અસરકારક રીતે જવાબ આપવામાં આવ્યો હતો. આ ગોળીબાર દરમિયાન ૯ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા જેમને સુરક્ષા દળોએ પકડી લીધા હતા.

આતંકવાદીઓએ ઉચ્ચ સુરક્ષા સેન્ટ્રલ માછ જેલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જેમાં કેટલાક ખતરનાક આતંકવાદીઓ અને મૃત્યુદંડની સજા પામેલા કેદીઓ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અગાઉ કહ્યું હતું કે સેન્ટ્રલ માચ જેલ પર ઓછામાં ઓછા ૧૫ રોકેટ છોડવામાં આવ્યા હતા. પ્રતિબંધિત અલગતાવાદી જૂથ ‘બલૂચિસ્તાન લિબરેશન આર્મી’ , મજીદ ગ્રુપે હુમલાની જવાબદારી લીધી છે. હુમલા બાદ, સુરક્ષા દળોને પર્વતોમાં પીછેહઠ કરવાનો પ્રયાસ કરી રહેલા હુમલાખોરો વચ્ચે કેટલાક કલાકો સુધી ભારે ગોળીબાર થયો હતો.

ISPR રાતથી ચાર સુરક્ષાકર્મીઓ અને બે નાગરિકોની હત્યાની પુષ્ટિ કરી છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોને આસપાસના વિસ્તારમાં તાત્કાલિક તૈનાત કરવામાં આવ્યા છે અને આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણ આત્મઘાતી બોમ્બર સહિત નવ આતંકવાદીઓ માર્યા ગયા છે જ્યારે ત્રણ ઘાયલ થયા છે. સુરક્ષા દળો પર સોમવારે રાત્રે થયેલો હુમલો આ વર્ષનો આતંકવાદીઓનો સૌથી ઘાતક હુમલો છે. ગયા વર્ષે નવેમ્બરમાં બંદરીય શહેર ગ્વાદરમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૪ સૈનિકો માર્યા ગયા હતા. BLA ૧૮ જાન્યુઆરીએ ઈરાનમાં તેમના કેમ્પ પર પાકિસ્તાનના હુમલા બાદ બલૂચિસ્તાનમાં અને અન્ય સ્થળોએ સુરક્ષા દળો પર હુમલા કરવાની ધમકી આપી હતી. ઈરાનમાં મ્ન્છ કેમ્પ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનમાં ઈરાની હુમલાના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા.