પાડોશી દેશ પાકિસ્તાનની જનતા પર ફરી એકવાર મોંઘવારીનો ’પેટ્રોલ’ બોમ્બ ફૂટ્યો છે.પાકિસ્તાન સરકારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ વધારા સાથે પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત ૩૦૦ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગઈ છે.પાકિસ્તાનની રખેવાળ સરકારે પેટ્રોલના ભાવમાં ૯.૯૯ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.
આ પછી પેટ્રોલની કિંમત ૨૭૫.૬૦ રૂપિયા થઈ ગઈ છે. ડીઝલની કિંમતમાં ૬.૧૮ રૂપિયાનો વધારો થયો છે, જે પછી ડીઝલ ૨૮૩.૬૩ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. આના માત્ર ૧૪ દિવસ પહેલા એટલે કે ૧ જુલાઈએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૭ અને ૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એક્સપ્રેસ ટ્રિબ્યુને પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનના આધારે તેના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૭.૪૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હાઈ-સ્પીડ ડીઝલ (એચએસડી)ની કિંમતમાં ૯.૫૬ રૂપિયા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે.
માહિતી અનુસાર ફાઇનાન્સ બિલ ૨૦૨૪માં પેટ્રોલિયમ ટેક્સની મહત્તમ મયદા ૮૦ રૂપિયા પ્રતિ લીટરની દરખાસ્ત કરવામાં આવી છે. મતલબ કે આગામી દિવસોમાં સરકાર ટેક્સમાં વધારો કરશે. તેની સીધી અસર પેટ્રોલ અને એચએસડીના ભાવ પર પડશે. પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી સતત આથક સંકટમાં ફસાયેલ છે. તેના પર એટલું વિદેશી દેવું છે કે તે ચૂકવવા માટે તે દર વખતે નવી લોન લે છે. આ વખતે તેને અન્ય દેશો પાસેથી લોન ન મળી તેથી તેણે પોતાના પૈસા આઈએમએફને ઓફર કરી જેમને લોન આપવા સંમતિ આપી પણ તેને ટેક્સ રેટ વધારવાનો આદેશ પણ આપ્યો. આ આદેશ બાદ શાહબાઝ સરકાર સતત ટેક્સ વધારી રહી છે જેના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે.