પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં દસ આતંકવાદીઓ પણ ચૂંટણી લડવાના છે.

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં આગામી વર્ષ ૨૦૨૪માં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પાડોશી દેશમાં ચૂંટણીની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, બિલાવલ ભુટ્ટો ઝરદારી, ઈમરાન ખાન સહિત અનેક પક્ષોએ ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં દસ આતંકવાદીઓ પણ ચૂંટણી લડવાના છે.

માહિતી છે કે મુંબઈ ૨૬/૧૧ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર ચીફ હાફિઝ સઈદના ગુનેગારોએ એક નવી રાજકીય પાર્ટી બનાવી છે. જેનું નામ છે ‘પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ’. પ્રાપ્ત પુરાવાઓના આધારે, એવું લાગે છે કે લશ્કર-એ-તૈયબા અને જમાત ઉદ દાવાની રાજકીય ઓળખ સ્થાપિત કરવા માટે ૨૦૧૮માં રચાયેલી ‘મિલ્લી મુસ્લિમ લીગ’ એ તેનું નામ બદલીને ‘પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ’ રાખવામાં આવ્યું છે. આ પાર્ટીનું ચૂંટણી ચિન્હ ખુરશી છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ માત્ર પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં જ ભાગ નથી લઈ રહી પરંતુ લગભગ તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. હાફિઝની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગમાં ઘણા ઘોષિત આતંકવાદીઓનો સમાવેશ થાય છે. તેમની વચ્ચે ઓછામાં ઓછા દસ આતંકવાદીઓ છે જેમને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યા છે. આ તમામ દસ આતંકવાદીઓ ચૂંટણી લડવાના છે. આ તમામે ઉમેદવારી પણ નોંધાવી છે. પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલુ છે.

આતંકી હાફિઝ સઈદના પુત્ર તલહા સઈદનો પણ સમાવેશ થાય છે, જે લાહોરની દ્ગછ-૧૨૭ સીટ પરથી ચૂંટણી લડી રહ્યો છે.

હાફિઝ સઈદના જમાઈ ખાલિદ નાઈક ઉર્ફે હાફિઝ ખાલિદ વલીદ દ્ગછ-૧૨૭થી ઉમેદવાર છે.

સૈફુલ્લા ખાલિદ ક્સૂર સીટ, પીપી ૧૮૦ પરથી ઉમેદવાર છે.

અહેમદ નદીમ અવાન પીએમએમએલ કરાચીનો પ્રમુખ છે, નદીમ દ્ગછ ૨૩૫થી ઉમેદવાર છે.

હાફિઝ અબ્દુલ રઉફ એનએ-૧૧૯થી ઉમેદવાર છે.

કારી મોહમ્મદ યાકુબ શેખ એનએ-૧૨૬થી ઉમેદવાર છે.

મોહમ્મદ હરિસ ડાર પીએમએમએલ લાહોરના મહાસચિવ છે, જે એનએ-૧૨૯થી ઉમેદવાર છે.

મુઝમ્મિલ ઈકબાલ હાશ્મી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગના ટોચના નેતાઓમાંથી એક છે.

ફૈયાઝ અહેમદ, પાકિસ્તાન સેન્ટ્રલ મુસ્લિમ લીગ, ફૈસલાબાદના પ્રમુખ અને નેશનલ એસેમ્બલી મતવિસ્તાર દ્ગછ ૧૦૧નો ઉમેદવાર છે

ખાલિદ મસૂદ સંધુ, એનએ-૧૩૦નો ઉમેદવાર, ખાલિદ મસૂદ સંધુ કરાચીના પ્રખ્યાત વકીલ અને પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગનો પ્રમુખ છે.અમેરિકાએ આ તમામ દસ આતંકવાદીઓને આતંકવાદી જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે અને અમેરિકાએ તેના પર ૧૦ મિલિયન ડોલરનું ઈનામ પણ રાખ્યું છે. હાફિઝ સઈદ ૨૦૦૮ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. આ આતંકી હુમલામાં ૬ અમેરિકન નાગરિકો સહિત ૧૬૬ લોકો માર્યા ગયા હતા.