ઇસ્લામાબાદ, પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત ૩૦૦ રૂપિયા પ્રતિ લીટરને વટાવી ગઈ છે. રખેવાળ સરકારે પેટ્રોલના ભાવમાં ૧૪.૯૧ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે, ત્યારબાદ પેટ્રોલની કિંમત ૩૦૫.૩૬ રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, ડીઝલની કિંમતમાં ૧૮.૪૪ રૂપિયાનો વધારો થયો છે, ત્યારબાદ ડીઝલ ૩૧૧.૮૪ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
નાણા મંત્રાલયે ગઈ કાલે મોડી રાત્રે એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ વધારો પેટ્રોલની કિંમત ૩૦૫.૩૬ રૂપિયા પ્રતિ લિટર અને હાઇ સ્પીડ ડીઝલ (એચએસડી) ની કિંમત ૩૧૧.૮૪ રૂપિયા પ્રતિ લિટરે લઈ જાય છે. કેરોસીન કે લાઈટ ડીઝલ ઓઈલના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કિંમતોમાં વધારો એવા સમયે થયો છે જ્યારે સરકારે ૧૫ ઓગસ્ટે જ તેની કિંમતોમાં ધરખમ વધારો કર્યો હતો. ત્યારબાદ વચગાળાની સરકારે ઈંધણના ભાવમાં પ્રતિ લીટર ૨૦ રૂપિયાનો વધારો કર્યો હતો. અગાઉની સરકારે ૧ ઓગસ્ટના રોજ પેટ્રોલિયમના ભાવમાં સુધારો કર્યો હતો.
તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાની રૂપિયાની સ્થિતિ સતત ઘટી રહી છે. ગુરુવારે ઇન્ટરબેંક માર્કેટમાં અમેરિકન ડોલર સામે પાકિસ્તાની રૂપિયો ફરી એકવાર ૧.૦૯ રૂપિયા ઘટ્યો હતો. તે રૂ. ૩૦૫.૫૪ની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. રખેવાળ સરકાર સત્તામાં આવી ત્યારથી રૂપિયામાં ૪.૬ ટકાનો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં પાકિસ્તાની રૂપિયામાં ૬.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
નોંધનીય છે કે આઇએમંએફે તાજેતરમાં જ પાકિસ્તાનને નાણાકીય કટોકટીમાંથી બહાર કાઢવામાં મદદ કરવા માટે ઇં૩ બિલિયનના બેલઆઉટ પેકેજને મંજૂરી આપી છે.જો કે આ લોન આપતા પહેલા વૈશ્ર્વિક સંસ્થાએ એવી શરત પણ મૂકી છે કે દેશની પેટ્રોલિયમ વસૂલાતમાં ૬૦ રૂપિયા પ્રતિ લીટર વધારો કરવામાં આવે.. મદદ માટે સતત વિનંતીઓ કર્યા પછી, લગભગ આઠ મહિના પછી, ૩૦ જૂન, ૨૦૨૩ ના રોજ,આઇએમએફે શરતો સાથે ૩ અબજ ડોલરની મદદને લીલી ઝંડી આપી દીધી હતી.