પાકિસ્તાનમાં રસ્તે રઝળતી છોકરીને ચીની કપલે દત્તક લીધી

બીજીંગ, ચીની બોલવાવાળી પાકિસ્તાની છોકરીએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. તેમજ ખૂબસુરતી સાથે લોકોના દિલ પણ જીતી રહી છે. જ્યારે તે નાની હતી ત્યારે એક ચીની કપલે દત્તક લઈ પાકિસ્તાનથી ચીન લાવ્યા હતા. હવે આ છોકરી મોટી થઈ ગઈ છે. ૨૦ વર્ષની આ છોકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ૭ લાખ ૫૦ હજાર ફોલોઅર્સ ધરાવે છે.

ચીનના એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, તેના જીવનની શુરુઆત ખૂબ ખરાબ રીતે થઈ હતી. જ્યારે તે ચીન આવી હતી ત્યારે ચીની કપલને ખાખી ખોખામાં મળી આવી હતી. પછી તેઓ હેનાન પ્રાંતમાં લઈ ગયા હતા. અહીં તેને ફૈન નામ આપવામાં આવ્યું હતું. જેનો અર્થ થાય છે લાંબા સમય સુધી જીવનારો માણસ.

છોકરીએ તેનો એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તે નુડલ્સ ખાઈ રહી છે. તે પોતના લૂક્સ અને ચીની ભાષાને લઈ લોકોનું યાન ખેંચી રહી છે. તેને લોકો હેનાનની ક્લિઓપેટ્રા પણ કહે છે. વીડિયોમાં કેટલીક વખત નુડલ્સ ખાતા, ખેતી કરતા, પરિવાર કે વડીલોની સેવા કરતા પણ જોવા મળી છે. તેના માતાપિતા તેને પોતાની દીકરીની જેમ રાખે છે.

ફૈનનું કહેવું છે કે તે તેના માતાપિતાનું ૠણ ચૂકવવા શહેરમાં એક ફ્લેટ ખરીદવા માંગે છે. તેને કહ્યું કે, દર મહિને સોશિયલ મીડિયાથી ૫૫૦ ડોલર કમાય છે. જે તેના માતાપિતાની ખેતાની કમાણીથી ઘણું વધુ છે.