મુંબઇ,
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ રાવલપિંડીમાં ૧ ડિસેમ્બરથી શરુ થશે. પાકિસ્તાન માટે આ ટેસ્ટ સિરીઝ ખુબ મહત્વની છે. કારણ કે, ઈંગ્લેન્ડની ટીમ ૧૭ વર્ષ બાદ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેન્ટ માટે અહી પહોંચી છે. આ ટેસ્ટ સિરીઝના વિજેતા કોણ હશે. આ વિશે તો સિરીઝના અંતે ખબર પડશે પરંતુ આ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટને પાકિસ્તાનના લોકોનું દિલ જીતી લીધું છે. બેન સ્ટોક્સે એક એવો નિર્ણય લીધો છે જેનાથી તેની ચર્ચા ચારે બાજુ થવા લાગી છે.
બેન સ્ટોક્સે ટ્વિટ કરી લખ્યું ઐતિહાસિક સીરિઝ રમવા માટે પાકિસ્તાનમાં આવી ખુશી થઈ રહી છે. અમારી ટેસ્ટ ટીમ માટે ૧૭ વર્ષ પછી પાકિસ્તાનમાં આવવું રોમાંચ છે. આ વર્ષે પાકિસ્તાનને પુરથી ખુબ નુકશાન થયું છે.જેને જોઈ મને દુખ થાય છે. આ રમતે મને જીવનમાં બધું જ આપ્યું છે અને મને લાગે છે કે, આ યોગ્ય તક છે હું કાંઈ પરત કરી શકું જે ક્રિકેટથી પણ આગળ છે. હું ટેસ્ટ સિરીઝની મારી આખી મેચની ફી પાકિસ્તાન લડ ફંડમાં દાન કરીશ. એવી આશા છે કે આ દાન પાકિસ્તાનમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં થોડી મદદ કરી શકશે.
પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડ રાવલપિંડી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈંગ્લેન્ડના હેડ કોચ બ્રૈંડન મેક્કલમે જાણકારી આપી કે, વુડ અનફિટ છે અને તે પ્રથમ ટેસ્ટ રમશે નહિ, પરંતુ તેની સિરીઝના ૨ ટેસ્ટ મેચ રમવાની સંભાવના છે. ૩ મેચની સિરીઝની બીજી મેચ ૯ ડિસેમ્બરના રોજ મુલ્તાનમાં રમશે. ૧૭ ડિસેમ્બરની સિરીઝની છેલ્લી મેચ રમાશે. આ મેચ કરાંચીમાં રમાશે. આ વર્ષે જૂનમાં મુશળધાર વરસાદને કારણે પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી મોટું ભયંકર પૂર આવ્યું હતું. પૂરમાં ૩.૩ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા હતા, જ્યારે ૧૭૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.