ઇસ્લામાબાદ,પાકિસ્તાનના ગુજરાતમાં એક સગીર બાળકે મૌલાના પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. એ પછી પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. મૌલાના મોહમ્મદ રિયાઝ વિરુદ્ધ દાખલ થયેલી FIR મુજબ ઘટના ૯ અને ૧૦ માર્ચ રાતની છે.
અહેવાલ મુજબ, મૌલાનાએ સગીર બાળકને રમઝાનની દુઆ પઢાવવાના બહાને તેને મસ્જિદમાં બોલાવ્યો હતો. એ પછી તેને રાત્રિ દરમિયાન ત્યાં જ રોકાવાનું કહેવામાં આવ્યું. સગીરનો આરોપ છે કે મૌલવીએ જે જમવાનું આપ્યું એમાં ઊંઘની દવાઓ ભેળવવામાં આવી હતી.
સગીરનો આરોપ છે કે મૌલાનાએ આખી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. બાળકે જણાવ્યું હતું કે સવારે ૮ કલાકે જ્યારે તે ઊઠ્યો ત્યારે તેને ખબર પડી કે તેની સાથે ખોટું થયું છે. FIR માં બાળકે મોલાના પર મારપીટ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. પોલીસે મૌલાના વિરુદ્ધ કલમ ૩૭૭ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પાકિસ્તાનમાં ૨૦૨૧માં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. લાહોરમાં એક ઈસ્લામિક સ્કૂલમાં ભણાવતા મૌલાનાએ એક બાળક સાથે બળાત્કાર ગુજાર્યો હતો. શરૂઆતમાં જ્યારે બાળકે તેની ફરિયાદ કરી તો કોઈએ તેના પર વિશ્ર્વાસ ના કર્યો. એ પછી તેણે પોતાના પર થઈ રહેલા દુષ્કર્મનો વીડિયો બનાવી તેનો પુરાવો આપવો પડ્યો હતો. એક અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં દરરોજ ઓછામાં ઓછા ૮ બાળક યૌન શોષણનો શિકાર બને છે.