પાકિસ્તાનમાં મતદાન દરમિયાન હિંસા,ગોળીબાર, પાંચ સુરક્ષાકર્મીનાં મોત નિપજયાં,ઇન્ટરનેટ સેવા બંધ

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં આજે મતદાન કરાવવામાં આવ્યું હતું મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જ અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચૂંટણી કાર્યકરોની સુરક્ષા કરી રહેલા સૈનિકો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી.આ હુમલામાં પાંચ સુરક્ષાકર્મીના મોત નિપજયાં છે આ હુમલો ટેક્ધ જિલ્લાના કોટ આઝમ વિસ્તારમાં થયો હતો જ્યારે અજ્ઞાત બંદૂકધારીઓએ મતદાન કાર્યકરોની સુરક્ષા કરતી સુરક્ષા ટીમ પર ગોળીબાર કર્યો હતો, આતંકીઓએ ખૈબર પખ્તૂનખ્વાંના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના કુલાચીમાં એક પોલીસ મોબાઈલ વાનને નિશાન બનાવી હતી. આતંકીઓએ પહેલા આઈઈડી બ્લાસ્ટ કર્યો અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં ૫ પોલીસકર્મીઓ મૃત્યુ પામી ચૂક્યાના અહેવાલ છે જ્યારે અન્ય ૨ ઘવાયા હતા. હુમલાખોરોએ ૩૦ મિનિટથી વધુ સમય સુધી સતત ગોળીબાર કરતાં પહેલા એક ઈમરજન્સી વિસ્ફોટક ડિવાઈસ પણ ગોઠવી દીધું હતું. આ વિસ્ફોટને લીધે ગાડીનું કચ્ચરઘાણ વળી ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગઇકાલે મોટો આતંકી હુમલો થયો હતો જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાની નિંદા કરીને શહીદ પોલીસકર્મીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સુરક્ષા દળોને આતંકવાદીઓને પકડવા માટે દરેક સંભવ પ્રયાસ કરવા સૂચના આપી છે. સ્થાનિક પોલીસ ઇમરજન્સી સેન્ટરે ફોન દ્વારા એનાદોલુને જણાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે કોટ આઝમ સ્ટેશન પર મતદાન અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યું હતું આ ટાંકી અફઘાન સરહદ નજીક વઝીરિસ્તાન જિલ્લાની સરહદે છે. પાકિસ્તાને પોતાના દેશમાં ચાલી રહેલા મતદાનને કારણે અફઘાનિસ્તાન અને ઈરાન સાથેની સરહદ બંધ કરી દેવામાં આવી હતી.

અગાઉ બુધવારે ત્રણ અલગ-અલગ બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા ૨૯ લોકો માર્યા ગયા બાદ સત્તાવાળાઓએ દેશભરમાં મોબાઈલ ફોન સેવાઓ પણ સ્થગિત કરી દીધી હતી.

પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન સવારે ૮ વાગ્યે (ભારતીય સમય મુજબ ૮.૩૦ વાગ્યે) શરૂ થયું હતું સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશના ઘણા શહેરોમાં મોબાઈલ-ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી સાડા છ લાખ સુરક્ષા જવાનો તૈનાત કરાયા હતાં આ ચૂંટણીમાં ૫૧૨૧ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે તેમાંથી ૪,૮૦૬ પુરૂષો, ૩૧૨ મહિલાઓ અને બે ટ્રાન્સજેન્ડર ઉમેદવારો છે જેમનું ભાવી મતદારોએ નક્કી કરી લીધું છે આ ચુંટણીમાં ત્રણ પક્ષો પીટીઆઇ,પીએમેન એલ અને પાકિસ્તાન પીપલ્સ પાટી વચ્ચે જોરદાર સ્પર્ધા છે. સામાન્ય ચૂંટણી માટે ૯,૦૭,૬૭૫ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતાં આ ચૂંટણીમાં નવાઝ શરીફની નજર રેકોર્ડ ચોથી વખત વડાપ્રધાન બનવા પર હશે. તે જ સમયે, બિલાવલ ભુટ્ટો-ઝરદારી પીપીપી તરફથી વડાપ્રધાન પદનો ચહેરો છે. પાકિસ્તાનમાં વોટિંગની વચ્ચે, ભૂતપૂર્વ સ્દ્ગછ મોહસિન દાવરે દાવો કર્યો છે કે કેપીકેના ઉત્તર વઝિરસ્તાનના તાપ્પીમાં તેમની ત્રણ મહિલા પોલિંગ એજન્ટો પર તાલિબાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. મોહસિને કહ્યું કે તેણે વોટિંગ સ્ટેટસ બદલવા માટે ડીઆરઓને પત્ર લખ્યો છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શહેબાઝ શરીફે લાહોર પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો હતો નવાઝ શરીફે મતદારોને નેશનલ એસેમ્બલીમાં બહુમતી આપવા વિનંતી કરી. પૂર્વ પીએમ નવાઝ શરીફે લોકોને બહાર આવવા અને મતદાન કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે દેશમાં સ્થિરતા લાવવા માટે એક પક્ષની બહુમતી જરૂરી છે.નવાઝ શરીફે પાકિસ્તાનમાં ગઠબંધન સરકારની તમામ શક્યતાઓને પણ ફગાવી દીધી હતી.ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા શરીફે તેમની પુત્રી મરિયમ નવાઝ સાથે પ્રાંતીય રાજધાનીમાં પોતાનો મત આપ્યા બાદ ગઠબંધન સરકાર વિશે વાત ન કરવા જણાવ્યું હતું. દેશમાં એક પક્ષની બહુમતી રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ છે.આ દરમિયાન નવાઝ શરીફે તેમના હરીફ ઈમરાન ખાન પર પણ નિશાન સાધ્યું હતું. ખાન પર પરોક્ષ પ્રહાર કરતાં તેમણે કહ્યું કે દેશને હીલિંગ ટચની જરૂર છે. તેમણે શેહબાઝ શરીફ, મરિયમ નવાઝ અને હમઝા શહેબાઝ સહિતના પક્ષના નેતાઓના બલિદાનને પણ પ્રકાશિત કર્યું અને કહ્યું કે તેઓએ પણ જેલમાં સમય વિતાવ્યો છે.

જેલમાં બંધ ઈમરાન ખાને અદિયાલા જેલ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપ્યો. તે જ સમયે, જેલમાં અન્ય અગ્રણી રાજકીય વ્યક્તિઓએ પણ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી પરવેઝ ઈલાહી, અવામી મુસ્લિમ લીગના વડા શેખ રશીદ અને પૂર્વ માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ પણ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું.નવાઝ શરીફને લઈને મંત્રી શાહબાઝ શરીફે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવે છે, તો તેમના મોટા ભાઈ નવાઝ શરીફ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનશે.