પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર ચાલુ, પોલીસે અહમદી સમુદાયની કબરો તોડી પાડી

પાકિસ્તાનમાં પોલીસે કટ્ટરપંથી ઈસ્લામિક પાર્ટીના દબાણ સામે ઝૂકીને પંજાબ પ્રાંતમાં લઘુમતી અહમદી સમુદાયની ૧૭ કબરોનો નાશ કર્યો હતો. નોંધનીય છે કે આ સપ્તાહમાં આ બીજી ઘટના છે. આ ઘટના પંજાબની રાજધાની લાહોરથી લગભગ ૪૦૦ કિલોમીટર દૂર બહાવલપુરમાં બની હતી. જમાત-એ-અહમદીયા પાકિસ્તાને એક નિવેદન જારી કરીને કહ્યું કે, ’તહરીક-એ-લબૈક પાકિસ્તાનના દબાણ હેઠળ, પંજાબ પોલીસે બહાવલપુર જિલ્લાના બસ્તી શુકરાનીમાં અહમદી સમુદાયના કબ્રસ્તાનમાં ઓછામાં ઓછી ૧૭ કબરોની અપવિત્ર કરી.’

જમાત-એ-અહમદીયાએ કહ્યું કે ટીએલપી કાર્યર્ક્તાઓ અહમદી સમુદાયને ધમકી આપી રહ્યા હતા અને પોલીસ પર અહમદી કબરોના પથ્થરો તોડવા માટે દબાણ કરી રહ્યા હતા. ત્યાં રહેતા અહમદી સમુદાયના લોકો ઉગ્રવાદીઓની ગેરકાયદેસર માંગણીઓને સમર્થન આપતા કાયદા અમલદારોને કારણે અસુરક્ષિત અનુભવી રહ્યા છે. જમાત-એ-અહમદિયાનું કહેવું છે કે પંજાબ સરકારે કબ્રસ્તાનની જમીન અહમદી સમુદાયને ફાળવી હતી. અહમદી કબરોમાંથી કબરો હટાવતી વખતે સ્થાનિક મૌલવીઓ પણ પોલીસ કર્મચારીઓની સાથે હતા.

પાકિસ્તાનમાં અહમદી સમુદાય પર અત્યાચારનો લાંબો રેકોર્ડ છે. ગયા વર્ષે, પાકિસ્તાનમાં અહમદી લઘુમતી સમુદાયના પૂજા સ્થાનોને અપમાનિત કરવાની ઓછામાં ઓછી ૪૩ ઘટનાઓ બની હતી, જેમાંથી મોટાભાગની ઘટના પંજાબમાં બની હતી. મોટા ભાગના અહમદી ધર્મસ્થાનો પર કટ્ટરપંથી ઇસ્લામવાદી ટીએલપી કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય ઘટનાઓમાં પોલીસે ઉગ્રવાદીઓના દબાણ હેઠળ અહમદી મસ્જિદોમાંથી મિનારા અને કમાનો હટાવી દીધા છે. નોંધનીય છે કે લાહોર હાઈકોર્ટનો એક નિર્ણય છે જેમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૮૪માં જારી કરવામાં આવેલા વિશેષ વટહુકમ પહેલા બાંધવામાં આવેલા અહમદી ધર્મસ્થાનો માન્ય છે અને તેથી તેમને બદલવા અથવા તોડી નાખવા જોઈએ નહીં. આમ છતાં પાકિસ્તાનમાં અહમદી સમુદાય અને તેમના ધામક સ્થળો કટ્ટરવાદીઓના નિશાના પર છે.

ટીએલપી જણાવે છે કે અહમદીઓને મુસ્લિમ તરીકે ઓળખાવતા કોઈપણ પ્રતીકો ઉભા કરવા અથવા પ્રદશત કરવા માટે સ્વીકાર્ય નથી, જેમ કે મસ્જિદો પર મિનારા અથવા ગુંબજ બનાવવા અથવા કુરાનની શ્લોકો જાહેરમાં લખવી. અહમદીઓ પોતાને મુસ્લિમ માને છે, તેમ છતાં પાકિસ્તાનની સંસદે ૧૯૭૪માં સમુદાયને બિન-મુસ્લિમ જાહેર કર્યો હતો. એક દાયકા પછી, તેઓને ફક્ત પોતાને મુસ્લિમ કહેવા પર જ નહીં, પરંતુ ઇસ્લામના અમુક પાસાઓનું પાલન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

પાકિસ્તાનમાં અહમદી સમુદાય વિરુદ્ધ નફરતની ઝુંબેશ કથિત રીતે સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે અને ગયા અઠવાડિયે પંજાબમાં તેમના બે સભ્યોને એક કિશોર દ્વારા કથિત રીતે તેમના વિશ્વાસને કારણે ગોળી મારી દેવામાં આવી હતી. જમાત-એ-અહમદીયા પાકિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું કે બુધવારે પાકિસ્તાની અધિકારીઓએ પંજાબ પ્રાંતમાં લઘુમતી સમુદાયના ૫૪ વર્ષ જૂના પૂજા સ્થળના મિનારા તોડી નાખ્યા.ટીએલપીના દબાણ હેઠળ, એક ડઝન પોલીસકર્મીઓ લાહોરના જહમાન બુર્કી વિસ્તારમાં અહમદી ધર્મસ્થાનના મિનારા તોડતા જોવા મળ્યા હતા.