
દુબઈ,
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબી ચીફ નજમ સેઠી દુબઈમાં ACC(એશિયન ક્રિકેટ બોર્ડ)ના અધિકારીઓને મળ્યા હતા. અગઈંના અહેવાલ મુજબ નજમ સેઠી ACC ચીફ જય શાહને પણ મળવા માંગે છે. આ વર્ષે યોજાનાર એશિયા કપ વિશે ચર્ચા કરવા માટે સેઠી શાહને મળી રજૂઆત કરવા માંગે છે. નઝમ ઈચ્છે છે કે આ વર્ષે એશિયા કપ પાકિસ્તાનમાં જ યોજાય. પરંતુ, જય શાહે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવા સામે વાંધો ઉઠાવ્યો છે.
ઈન્ટરનેશનલ લીગ ટી ૨૦ના ઓપનિંગ સેરેમનીમાં પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, નજમ દુબઈ ઈન્ટરનેશનલ લીગ આઇ -૨૦ના ઓપનિંગ સેરેમનીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તે એસીસી અધિકારીઓને મળ્યો અને કહ્યું કે તે ઈચ્છે છે કે આ વર્ષે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાય. આ માટે તે ફેબ્રુઆરીમાં ACC ચીફ જય શાહને મળવા માંગે છે.
એશિયા ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે ઓક્ટોબરમાં કહ્યું હતું કે, ’એશિયા કપ ૨૦૨૩ ન્યુટ્રલ સ્થળે રમાશે. અમારી ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપવા અંગે સરકાર નિર્ણય લે છે કે કેમ તે અંગે અમે ટિપ્પણી કરીશું નહીં. ૨૦૨૩ એશિયા કપ માટે, એ નક્કી કરવામાં આવ્યું છે કે ટુર્નામેન્ટ પાકિસ્તાન નહિ ન્યુટ્રલ સ્થળે યોજાશે.