પાકિસ્તાનમાં હિન્દુ મહિલા પર હેવાનોએ ક્રૂરતાની હદ વટાવી દીધી,ગરદન કાપી, ચામડીની છાલ ઉતારી !

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારના અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ફરી એક હિંદુ મહિલાની આ દેશમાં બેરહેમીથી હત્યા કરવામાં આવી છે. જેની કહાની સાંભળીને સૌ-કોઇના રુંવાડા ઉભા થઇ જશે.

પાકિસ્તાનના સિંધમાં ૪૦ વર્ષીય હિન્દુ મહિલાની હત્યા કરવામાં આવી છે. હત્યા એટલી અસંસ્કારી રીતે કરવામાં આવી હતી કે અજાણ્યા હત્યારાએ મહિલાનું માથું કાપી નાખ્યું, તેની ચામડીની છાલ ઉતારી દીધી અને તેના સ્તનો કાપી નાખ્યા. પાકિસ્તાનના સિંધમાંથી એક વિધવા મહિલાની હત્યાનો એક ઘૃણાસ્પદ મામલો સામે આવ્યો છે. અહીં એક ૪૦ વર્ષની હિન્દુ મહિલાની હત્યા કરવામાં આવી છે. હત્યા એટલી ક્રૂર રીતે કરવામાં આવી હતી કે અજાણ્યા હત્યારાએ મહિલાનું માથું કાપી નાખ્યું હતું, તેની ચામડી કાપી નાખી હતી અને તેના સ્તનો કાપી નાખ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટના સિંધના સિંધ્રોની છે, જ્યાં મહિલાની ઓળખ હિન્દુ લઘુમતી સમુદાયની દયા ભીલ તરીકે થઈ છે.

રિપોર્ટ્સ અનુસાર, વિધવા મહિલાનો મૃતદેહ સરસવના ખેતરમાંથી ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર મહિલાના શરીરથી માથું અને સ્તન અલગ કરી દેવામાં આવ્યા હતા અને તેની ચામડીની છાલ ઉતારી દેવામાં આવી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ હિન્દુ સેનેટર કૃષ્ણા કુમારી બુધવારે સવારે સિંજહોર પહોંચી હતી. સમાચાર મળ્યા બાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને મહિલાના મૃતદેહને કબજે કરીને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. સિંજોરો અને શાહપુરચક્કર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ પૂછપરછ માટે મૃતક મહિલાના ઘરે પણ પહોંચી હતી.

રિપોર્ટ અનુસાર વિધવા દયા ભીલની બર્બર હત્યાનો સ્થાનિક લોકોએ પણ વિરોધ કર્યો હતો. પીપલ્સ પાર્ટી ઓફ માઈનોરીટી વિંગના સંઘાર જિલ્લાના પ્રતિનિધિ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે તેને મામલાની જાણકારી આપી અને કહ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે અને જલ્દી જ હત્યારાને પકડી લેવામાં આવશે.