કંગાળ પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. મોંઘવારી પહેલાથી આકાશ આંબી રહી છે. દૈનિક ખાવા-પીવાની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે.
પાકિસ્તાની પ્રજાના ખિસ્સા પર લૂંટ થઈ રહી છે. પાકિસ્તાનનું અર્થંતંત્ર ચીનના દેવાના ડુંગરે દબાતું જઈ રહ્યું છે. આઈએમએફ સામે ભીખ માગવી પડી રહી છે. આઈએમએફની શરતો પણ એવી કડક છે કે સરકારે તેને માન્યા સિવાય છૂટકો નથી અને શરતો પૂરી કરવા માટે મુશ્કેલ થઈ રહ્યું છે. પાકિસ્તાનો લોટ ૮૦૦ પાકિસ્તાની રૂપિયા કિલો અને તેલ ૯૦૦ પાકિસ્તાની પ્રતિ લિટર થયું છે. સ્થિતિતો એવી છે કે પાકિસ્તાની જનતા એક રોટલી માટે ૨૫ રૂપિયા ચુકવવા પડી રહ્યા છે.
પાકિસ્તાનમાં કોસ્ટ ઑફ લિવિંગ આકાશે આંબ્યું છે. લોકો દૈનિક જરૂરિયાતો પણ મુશ્કેલીથી મેળવી રહ્યા છે. પાકિસ્તાની રૂપિયામાં ભારે ધોવાણ થયું છે. ખાવા-પીવાની સાથે ઘર, આોગ્ય અને સારું શિક્ષણ પણ સામાન્ય જનતાથી બહાર થઈ રહ્યું છે. આ તરફ આઈએમએફની તરફથી સબસિડી સમાપ્ત કરવાનું દબાણ વધતું જઈ રહ્યું છે. આમ છતાં પાકિસ્તાને સંરક્ષણ બજેટમાં ૧૫ ટકાનો વધારો ઝીંકી દીધો છે. પાકિસ્તાન સેનાને નાણા વર્ષ-૨૦૨૪-૨૫ માટે ૨,૧૨૨ અબજ રૂપિયા આપ્યા છે.
પાકિસ્તાનના નાણામંત્રી અનુસાર દેશનો જીડીપી ૩.૬ ટકાની ઝડપે આગળ વધે. આ ગત વર્ષના આંકડા ૩.૫ ટકાથી વધુ છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનની આથક વિકાસ દર ૨.૩૮ ટકાનો આંકડો સ્પર્શી જશે. પાકિસ્તાનનું કુલ બજેટ ૧૮,૮૭૭ અબજ રૂપિયા છે. આમાં ડિફેન્સ સેક્ટરનો હિસ્સો બીજા નંબરે આવે છે.
પાકિસ્તાન પોતાના મિત્ર ચીને ફેલાવેલા દેવાના જાળમાં ખરાબ રીતે ફસાઈ ચુક્યો છે. પાકિસ્તાનના બજેટનો સૌથી મોટો ખર્ચ દેવાની ભરપાઈમાં જઈ રહ્યો છે. પાકિસ્તાનને આશરે ૯૭૦૦ અબહજ રૂપિયાની લોન રિપેમેન્ટ પર ખર્ચ કરવા પડે છે. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં મોંઘવારીનો આંકડો ૧૨ ટકાની આસપાસ છે. દેશનું ટેક્સ કલેક્શન ૧૨૯૭૦ અબજ રૂપિયા રહેવાની ધારણ છે. સરકારે સ્થિતિ પર કાબૂ કરવા જાહેર ક્ષેત્રની કંપનીઓનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે.