
ઇસ્લામાબાદ : આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓમાં ઘટાડો થવાના કોઈ એંધાણ જણાતા નથી.ઉલટાનુ દેશની પરેશાનીઓ વધી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડોલરની અછતના કારણે દેશમાં ખાવા પીવાની વસ્તુઓની આયાત સંપૂર્ણપણે રોકાઈ ગઈ છે. જેના કારણે બંદરો પર હજારો કન્ટેનરોનો ખડકલો થયેલો છે. નિયત સમયમાં ડિલિવરી નહીં લેનારા વેપારીઓને વધારે ટેક્સ તેમજ દંડ પણ ભરવો પડે તેવી સ્થિતિ છે.
કરાચીના હોલસેલ ગ્રોસર્સ એસોસિએશનનુ કહેવુ છે કે, દેશમાં ડીલરોને ડોલરની અછતના કારણે આયાત રોકવાની ફરજ પડી રહી છે. કારણકે બેક્ધોએ ડીલરોને વસ્તુઓની આયાત કરવા માટે ડોલર આપવાનો ઈનકાર કરી દીધો છે.પાકિસ્તાની મીડિયાએ એસોસિએશનના હવાલાથી કહ્યુ છે કે, ૨૫ જૂન બાદ કોઈ શિપમેન્ટ મોકલવામાં નહીં આવે અને હાલમાં બંદરો પર જે વસ્તુઓ આવીને પડી રહી છે તેની ડિલિવરી માટે જ એસોસિસેશન જવાબદાર રહેશે. એ પછી કોઈ જાતના શિપમેન્ટના પ્રવેશને મંજૂરી આપવામાં નહીં આવે.
જાન્યુઆરી મહિનામાં પણ આવી સ્થિતિ સર્જાઈ હતી અને ફૂડ પ્રોડક્ટ થતા તબીબી સારવાર માટેના ઉપકરણોને બંદર પર જ રોકી દેવામાં આવ્યા હતા. જાણકારોનુ માનવુ છે કે,આ જ સ્થિતિ રહી તો પાકિસ્તાનને ખાવાની વસ્તુઓની અછતનો સામનો કરવો પડશે અને આવી વસ્તુઓની પહેલેથી જ ઉંચી કિંમત હજી વધશે.