ઇસ્લામાબાદ,
જો તમે લોટ ન આપી શકો તો અમારી ઉપર ગાડી ચલાવો, અમને મારી નાખો, આવા નિવેદનો એવા દેશમાંથી નથી આવી રહ્યા જ્યાં દુકાળ પડ્યો હોય અને લોકો ભૂખમરાની આરે પહોંચી ગયા હોય, પરંતુ આતંકને પોષનારા પાકિસ્તાનના લોકો બોલી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો આત્મહત્યાની વાતો કરી રહ્યા છે. ૧૦ કિલો લોટની થેલીની કિંમત ૩૧૦૦ રૂપિયા છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો લાંબી ક્તારોમાં લાગેલા છે અને લોકો લોટ માટે તરસી રહ્યા છે. જો લોટ નહીં મળે તો આ લોકો આત્મહત્યાની ધમકી આપી રહ્યા છે.
વિદેશી પૈસાથી ચાલતા પાકિસ્તાને હંમેશા આતંકવાદને સમર્થન આપ્યું છે. તેણે આતંકવાદનો ભારત વિરૂદ્ધ ઘણો ઉપયોગ કર્યો છે. મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટથી લઈને સંસદ પરના હુમલા સુધી પાકિસ્તાન સાથે તેનો સીધો સંબંધ જોવા મળ્યો છે. અહીંની સરકારોએ માત્ર આતંકવાદ પર પોતાનું ધ્યાન આપ્યું અને પોતાના દેશના વિકાસની અવગણના કરી. આનું પરિણામ એ આવે છે કે પાકિસ્તાનમાં ક્યારેક લોટ તો ક્યારેક ટામેટાં અને ડુંગળીની તંગી સર્જાય છે.
માત્ર કહેવા પુરતી લોકશાહી ધરાવતા આ દેશમાં લોકો જેને ઈચ્છે તેને પસંદ કરી શકે છે, પરંતુ સરકાર સેનાથી ચાલે છે. જ્યારે ઈમરાન ખાને આ પરંપરાને બદલવાની કોશિશ કરી તો તેમને પણ પદ પરથી હટાવી દેવામાં આવ્યા. પરંતુ ઈમરાન ખાન કદાચ આ ભૂલી ગયા હતા, તેઓ પણ સેનાના કારણે સિંહાસન પર બેઠા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકો રડી અને કગીરી રહ્યા છે . લોકોને ઘણા દિવસોથી લોટ મળ્યો નથી. લોટના ભાવ આસમાને છે. એક વીડિયોમાં એક પોલીસકર્મી હાથમાં એકે-૪૭ લઈને લોટની થેલીઓની સુરક્ષા કરી રહ્યો છે.
તાજેતરમાં જ શરીફ કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં આથક સ્થિતિ સુધારવા માટે સૌપ્રથમ ઉર્જા સંરક્ષણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠક ખુલ્લા આકાશ નીચે સૂર્ય પ્રકાસમાં યોજાઈ હતી. આ સિવાય પાકિસ્તાનના તમામ મોલ, રેસ્ટોરન્ટ, મેરેજ હોલ સમય પહેલા બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. ઓફિસનું કામ ઘરેથી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
યુએસએ ગયા વર્ષ આવેલા વિનાશક પૂર પછી ઉભરવા માટે પાકિસ્તાનને વધારાના ૧૦ કરોડ ડોલરના ગ્રાન્ટની જાહેરાત કરી છે. આ ભયાનક પૂરથી ૧,૭૩૯ લોકોના મોત થયા હતા અને લગભગ ૩.૩ કરોડ લોકોનું પુરથી જીવન પ્રભાવિત થયું હતું. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે તે પુનનર્માણના પ્રયાસો માટે વધારાના ૧૦ કરોડ ડોલરની જાહેરાત કરી હતી. આ રીતે, આ રીતે અત્યાર સુધી અમેરિકાએ કુલ ૨૦ મિલિયન ડોલર થઈ ગઈ છે.