પાકિસ્તાનમાં હિન્દુ અને ખ્રિસ્તી લઘુમતીઓ પર અત્યાચાર વધી રહ્યા છે અને ઈમરાનખાનની સરકાર ચૂપચાપ આ તમાસો જોઈ રહી છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે હિન્દુ અને ખ્રિસ્તી યુવતીઓના અપહરણની ઘટનાઓ યથાવત છે.સિંધ પ્રાંતમાં છેલ્લા 26 દિવસમાં 3 હિન્દુ યુવતીઓનુ અપહરણ કરવામાં આવ્યુ છે.આ પૈકી એક રીના મેઘવાર નામની યુવતીનુ લગ્ન એક આધેડ વયના વ્યક્તિ સાથે કરી દેવમાં આવ્યુ છે.આ મામલામાં યુવતીના પિતાએ ફરિયાદ કર્યા પછી પણ કોઈ પરિણામ આવ્યુ નથી.
યુવતીના પરિવારજનોનુ કહેવુ છે કે, જે પણ વ્યક્તિ હિન્દુ યુવતીનુ અપહરણ કરે છે અને જે મૌલવી તેનુ લગ્ન કરાવે છે તેમને ભરપૂર પૈસા આપવામાં આવે છે.
પાકિસ્તાનમાં કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉન દરમિયાન હિન્દુ અને ખ્રિસ્તી યુવતીઓનુ મોટોપાયે ધર્માંતરણ કરવામાં આવ્યુ છે.પાકિસ્તાનના માનવાધિકાર કાર્યકરોનુ કહેવુ છે કે, આ કારણે લઘુમતીઓમાં અસુરક્ષાની ભાવના વધારે મજબૂત બીની રહી છે.બીજી તરફ કટ્ટરવાદીઓને વધારેને વધારે પ્રોત્સાહન મળી રહ્યુ છે.કારણકે સરકાર નિષ્ક્રિય છે.
અમેરિકાએ પણ પાકિસ્તાનમાં ધાર્મિક આઝાદીના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરેલી છે.